IPL 2020:RCB ટીમની ફિટનેસથી ખુશ છે વિરાટ, બ્રેકથી શરીર અકડાયું હતું

Updated: Sep 15, 2020, 22:11 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લૉરના કૅપ્ટન વિરાટ કોહલી પોતાની ટીમના સભ્યોની ફિટનેસ સ્તરથી ખુશ છે અને 19 સપ્ટેમ્બરથી આઇપીએલ શરૂ થતાં પહેલા તેણે કહ્યું કે બધાં સંપૂર્ણ રીતે ફિટ દેખાઇ રહ્યા છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

કોરોના વાયરસ મહામારીને કારણે પાંચ મહિનાના બ્રેક છતાં રૉયલ ચેલેન્જર્સ (Royal challengers Bangalore)બૅંગ્લૉરના કૅપ્ટન વિરાટ (Virat Kohli) કોહલી પોતાની ટીમના સભ્યોની ફિટનેસ સ્તરથી ખુશ છે અને 19 સપ્ટેમ્બરથી આઇપીએલ (IPL) શરૂ થતાં પહેલા તેણે કહ્યું કે બધાં સંપૂર્ણ રીતે ફિટ દેખાઇ રહ્યા છે.

તેમણે આરસીબીના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે ફિટનેસ મામલે બધાં ફિટ દેખાય છે. અને મને આ બધું પહેલાં જ સત્રથી સારું લાગી રહ્યું છે. કોહલીએ કહ્યું કે અમુક વસ્તુઓને તમે સુધારવાનો પ્રયત્ન કરો છો જેથી માનસિક રૂપે તૈયાર રહી શકો. ભારતીય કૅપ્ટને કહ્યું કે ટીમ મેનેજર્સે બે અઠવાડિયામાં ટ્રેનિંગમાં સંતુલન જાળવી રાખ્યું જેથી કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત ન થાય.

તેમણે કહ્યું કે અમે છ દિવસમાં છ સત્ર નથી કર્યા. છોકરાઓને સંપૂર્ણ સમય આપવામાં આવ્યો અને આગળ પણ પ્રેક્ટિસ આ રીતે જ કરવામાં આવશે. કોહલી એ કહ્યું કે લાંબા બ્રેક પછી ધીમે ધીમે શરૂઆત કરવી જરૂરી હતી અને તે ટીમની તૈયારીથી ખુશ છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી કારણકે લાંબા બ્રેકને કારણે શરીર અકડાઇ ગયું હતું. પણ હવે ખેલાડી ટેવાઇ ગયા છે. આરસીબીને 21 સપ્ટેમ્બરના યૂએઇમાં સનરાઝર્સ હૈદરાબાદ સામે પહેલી મેચ રમવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK