IPL 2020: અન્ડર-19 વર્લ્ડ કપ સ્ટાર કાર્તિક ત્યાગીએ પહેલી વિકેટ લીધા બાદ પિતાને યાદ કર્યા

Published: Oct 08, 2020, 14:06 IST | IANS | Dubai

મંગળવારે મુંબઈ સામે રાજસ્થાન વતી ડેબ્યુ કરનાર યુવા પેસ બોલર કાર્તિક ત્યાગીએ પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડિકૉકને પૅવિલિયનભેગો કરી દીધો હતો.

કાર્તિક ત્યાગી
કાર્તિક ત્યાગી

મંગળવારે મુંબઈ સામે રાજસ્થાન વતી ડેબ્યુ કરનાર યુવા પેસ બોલર કાર્તિક ત્યાગીએ પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડિકૉકને પૅવિલિયનભેગો કરી દીધો હતો. સ્પીડ અને બૉલને બન્ને બાજુ સ્વિંગ કરાવવામાં માહિર ત્યાગીઅે આઇપીઅેલ કરીઅરની પહેલી જ ઓવરના પાંચમા બૉલમાં મુંબઈ ઇન્ડિયન્સના વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડિકૉકને આઉટ કરીને ટીમને પહેલી સફળતા અપાવી હતી.
મૅચ બાદ ત્યાગીએ કહ્યું હતું કે ‘જે લીગ હું ટીવી પર જોતો હતો એમાં આજે મેં ડેબ્યુ કર્યું છે. આ એક સારો અનુભવ હતો, પણ અમે જીતી શક્યા હોત તો વધારે સારું હોત. વર્લ્ડ બેસ્ટ બૅટ્સમૅન પાસેથી કૅપ મળવાનો આનંદ પણ અનેરો હતો. શરૂઆતની અને છેલ્લી ઓવરમાં અમે ઘણા રન આપી દીધા હતા, પણ મિડલ ઓવરમાં ઘણી સારી બોલિંગ થઈ હતી. પહેલી વિકેટ લીધા બાદ મને મારા પપ્પા યાદ આવ્યા જેઓ ટીવી પર મૅચ જોઈ રહ્યા હતા. દિગ્ગજ બૅટ્સમૅનને આઉટ કરવાનો આનંદ અનેરો હતો.’
રાજસ્થાનના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ મૅચ બાદ ટ્વીટ કરીને ત્યાગીના રનઅપને બ્રેટ લી તથા બૉલ ફેંકવાની સ્ટાઇલને ઇશાન્ત શર્મા સાથે સરખાવી હતી.

પિતાએ ખેતરમાં જ બનાવી પિચ
કાર્તિકના પિતા ખેડૂત છે અને ગામમાં ખેતી કરે છે. તેના પિતા વૉલીબૉલમાં કરીઅર બનાવવા માગતા હતા, પણ સંજોગોઅે તેમને ખેડૂત બનાવી દીધા. જોકે અે તેમની બધી ઇચ્છા પુત્ર દ્વારા પૂરી કરવા માગતા અને તેને ખેલાડી બનાવવા માગતા હતા. કાર્તિકનો નાનપણથી ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને તેમણે તેમના ખેતરમાં જ પિચ બનાવી દીધી હતી જેથી અે પૂરતી પ્રૅક્ટિસ કરી શકે. ત્યાગીઅે સખત મહેનત કરીને ઉત્તર પ્રદેશ અન્ડર-14, વિજય મર્ચન્ટ ટ્રોફh અન્ડર-16, ઉત્તર પ્રદેશ અન્ડર-19, રણજી ટ્રોફી બાદ અન્ડર-19 વર્લ્ડ કપમાં ૬ મૅચમાં ૧૧ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો જેને લીધે રાજસ્થાને તેને ૧.૩ કરોડમાં ખરીદ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK