IPL 2020: હજી મેચ ચાલુ છે અને અમ્પાયર સોશ્યલ મીડિયામાં ફેમસ

Published: 18th October, 2020 18:15 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

આમ તો ક્રિકેટ જગતમાં ન્યુઝીલૅન્ડના અમ્પાયર બિલી બૉડેન પોતાની યુનિક અમ્પાયરિંગ માટે ફેમસ હતા. તેમની અમ્પ્યારિંગને લોકો મિસ કરે છે. જોકે આજની મેચમાં અમ્પાયરિંગ કરનારા પશ્ચિમ પાઠકની અમ્પાયરિંગ પણ ક્રિકેટ પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું

તસવીર સૌજન્યઃ ટ્વીટર
તસવીર સૌજન્યઃ ટ્વીટર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચ ચાલુ છે. પરંતુ આજે ખેલાડીઓ કરતા મેચના અમ્પાયર સોશ્યલ મીડિયામાં ફેમસ થઈ રહ્યા છે.

આમ તો ક્રિકેટ જગતમાં ન્યુઝીલૅન્ડના અમ્પાયર બિલી બૉડેન પોતાની યુનિક અમ્પાયરિંગ માટે ફેમસ હતા. તેમની અમ્પ્યારિંગને લોકો મિસ કરે છે.

જોકે આજની મેચમાં અમ્પાયરિંગ કરનારા પશ્ચિમ પાઠક (pashchim pathak)ની અમ્પાયરિંગ પણ ક્રિકેટ પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તેમના લાંબા વાળ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમ જ ટ્વીટરમાં મિમ્સ પણ ફરવા લાગ્યા છે.

પશ્ચિમ પાઠકે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ અમ્પાયરિંગ કર્યું છે. તેમણે વિજય હઝારે ટ્રોફીમાં હેલમેટ પહેરીને અમ્પાયરિંગ કરી હતી, તે વખતે આ મુદ્દો ઘણો ચર્ચાયો હતો.

હવે આઈપીએલમાં તેમના લુક્સ અને અંદાજથી તેમણે ફૅન્સને પોતાના કરી દીધા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK