IPL 2020 : આજે કલકત્તા કે હૈદરાબાદ, કોણ ટાળશે હારની હૅટટ્રિક?

Updated: 18th October, 2020 10:46 IST | Agencies | Mumbai

બન્ને ટીમ તેમની છેલ્લી બન્ને મૅચ હારી ગઈ છે અને આજે સતત ત્રીજી હારની નામોશી ટાળીને કમબૅક કરવા કમર કસશે

આજે કલકત્તા કે હૈદરાબાદ, કોણ ટાળશે હારની હૅટટ્રિક?
આજે કલકત્તા કે હૈદરાબાદ, કોણ ટાળશે હારની હૅટટ્રિક?

આજે આઇપીએલમાં દિવસની પહેલી ટક્કર જામવાની છે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે. કલકત્તા ચાર જીત અને અેટલી હાર સાથે કુલ ૮ પૉઇન્ટ સાથે અને હૈદરાબાદ ૩ જીત અને પાંચ હાર સાથે કુલ ૬ પૉઇન્ટ સામે પૉઇન્ટ-ટેલબ પર વચમાં ઝોલાં ખાઈ રહી છે. ઉપરાંત બન્ને ટીમો તેમની છેલ્લી બન્ને મૅચ હારી ગઈ છે અને આજે હારની હૅટટ્રિકની નામોશી ટાળવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.
બન્ને ટીમ વચ્ચેના આ સીઝનના પ્રથમ જંગમાં કલકત્તાઅે હૈદરાબાદને ૭ રનથી પરાજિત કર્યું હતું. કલકત્તાની અે જીતનો હીરો શુભમન ગિલ હતો.
ટીકાઓ અને નબળા ફૉર્મથી કંટાળીને કલકત્તાના દિનેશ કાર્તિક શુક્રવારે મુંબઈ સામેની ટક્કર પહેલાં કૅપ્ટન્સી છોડીને મૉર્ગનને સોંપી દીધી હતી છતાં કલકત્તાનો ૮ વિકેટે પરાજય થયો હતો. કલકત્તા માટે બૅટ્સમેનોની નિષ્ફળતા સૌથી મોટી ચિંતા છે અને તેમનો સુપરસ્ટાર આન્દ્રે રસેલ હજી ગઈ સીઝન જેવો ટચ નથી બતાવી રહ્યો. દિનેશ કાર્તિક પણ હજી સુધી માત્ર એક હાફ સેન્ચુરી જ ફટકારી શક્યો છે, જ્યારે શુભમન ગિલની ધીમી શરૂઆત ટીમને નડી રહી છે. રાહુલ ત્રિપાઠી ૮૧ રનની અફલાતૂન ઇનિંગ્સ બાદ સદંતર ફ્લૉપ જઈ રહ્યો છે. બીજી તરફ સુનીલ નારાયણનો વિવાદ પણ ટીમ પર ભારે અસર કરી રહ્યો છે. પૅટ કમિન્સે મુંબઈ સામે હાફ સેન્ચુરી ફટકારી હતી, પણ બોલિંગમાં તેનો ક્લાસ નથી બતાવી શક્યો. આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તી ઠીક-ઠીક સફળ રહ્યા છે.
બીજી તરફ હૈદરાબાદ તેમના ઓપનરો પર જ વધુ ડિપેન્ડ છે. ઓપનરો અસફળ રહ્યા તો તેમનો મિડલ-આર્ડર ખુલ્લો પડી જાય છે. મનીષ પાંડે અને કેન વિલિયમસન અેકાદ-બે ઇનિંગ્સ સિવાય હજી સુધી કોઈ મોટી ઇનિંગ્સ નથી રમી શક્યા. હૈદરાબાદનો બોલિંગનો ભાર ભુવનેશ્વરકુમારની વિદાય બાદ રાશિદ ખાન પર રહ્યો છે.

First Published: 18th October, 2020 10:40 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK