IPL 2020ને લઈને BCCIએ કરી ઑફિશિયલ જાહેરાત, જાણો ક્યારે શરૂ થશે...

Published: Jul 24, 2020, 14:00 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

આઇપીએલની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, જ્યારે વિશ્વની સૌથી મોટી ટી20 લીગની ફાઇનલ મેચ 8 નવેમ્બરે રમાશે.

IPL 2020
IPL 2020

Indian Premere League એટલે IPLના 13મા સીઝનની આયોજનને લઈને અધિકારિક જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલના ચૅરમેન બ્રિજેશ પટેલે આ વાતની ઑફિશિયલ માહિતી આપી છે કે આઇપીએલ 2020 ક્યારે અને ક્યાં રમાશે. આઇપીએલના ચૅરમેન પ્રમાણે આખી ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યૂએઇમાં રમાશે, કારણકે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. બ્રિજેશ પટેલે એ પણ જણાવ્યું કે આઇપીએલની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, જ્યારે વિશ્વની સૌથી મોટી ટી20 લીગની ફાઇનલ મેચ 8 નવેમ્બરે રમાશે.

IPLના ચૅરમેન અને BCCI અધિકારી બ્રિજેશ પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, જ્યારે ફાઇનલ મુકાબલો 8 નવેમ્બરના રમાશે. બીસીસીઆઇએ આઇપીએલની 13મી સીઝનના આયોજન માટે યુએઇની ત્રણ જગ્યાઓ ફાઇનલ કરી છે, જેમાં દુબઇ, અબુધાબી અને શારજાહ છે. આ ત્રણે જગ્યાએ આઇપીએલની બધી મેચ રમાશે. કારણકે ભારતમાં કોરોના વાયરસ મહામારી નિયંત્રણમાં નથી.

IPL will start from 19 September

જણાવવાનું કે આઇપીએલ 2020, 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ તે પહેલા ભારતમાં કોરોના વાયરસના કેસ આવી ગયા હતા. એવામાં બીસીસીઆઇએ લીગ પહેલા 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી, પણ 16 એપ્રિલના બીસીસીઆઇએ આને અનિશ્ચિતકાળ માટે ટાળી દીધી હતા. જો કે, એક સમયે એવું લાગતું હતું કે આ વર્ષે આઇપીએલનું આયોજન નહીં થઇ શકે, કારણકે બીસીસીઆઇ પાસે કોઇ વિન્ડો બચી નહોતી, પણ બે મોટી ટૂર્નામેન્ટ સ્થગિત થવાને કારણે આઇપીએલને વિન્ડો મળી ગઈ.

આ પણ વાંચો : IPLમાં રમવું ગમશે, એની વધારે માહિતી મળે તો સારું: કેન વિલિયમસન

હકીકતે, પહેલા એશિયા કપ અને પછી આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2020ના સ્થગિત થયા પછી બીસીસીઆઇને વિશ્વની સૌથી મોંઘી ટી20 લીગના આયોજન માટે સપ્ટેમ્બર-નવેમ્બરની વિન્ડો મળી ગઈ, કારણકે પહેલા સપ્ટેમ્બરમાં એશિયા કપ થવાનું હતું અને પછી ઑક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું, પણ આ વર્ષ માટે ટૂર્નામેન્ટ કેન્સલ થઈ ગઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK