IPL 2020: પૉઇન્ટ-ટેબલ પર ટૉપ પર રહેવાનું ઘણું મહત્ત્વ: રોહિત

Published: 13th October, 2020 15:25 IST | IANS | Mumbai

રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે દમદાર દિલ્હી કૅપિટલ્સને પાંચ વિકેટે પરાજય આપીને પૉઇન્ટ-ટેબલ પર ટૉપનું સ્થાન મેળવ્યું હતું. કૅપ્ટન રોહિત શર્મા ફક્ત પાંચ જ રન કરી શક્યો હતો

રોહિત શર્મા
રોહિત શર્મા

રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે દમદાર દિલ્હી કૅપિટલ્સને પાંચ વિકેટે પરાજય આપીને પૉઇન્ટ-ટેબલ પર ટૉપનું સ્થાન મેળવ્યું હતું. કૅપ્ટન રોહિત શર્મા ફક્ત પાંચ જ રન કરી શક્યો હતો. ક્વિન્ટન ડિકૉક અને સૂર્યકુમાર યાદવની હાફ સેન્ચુરીએ મુંબઈની જીત પાકી કરી દીધી હતી. આ જીત બાદ પૉઇન્ટ-ટેબલ પર નંબર-વન પોઝિશન પર આવેલી મુંબઈના કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ‘પૉઇન્ટ ટેબલમાં ટૉપ પોઝિશન ખૂબ મહત્ત્વની છે. અમે જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યા છીએ એનાથી અમારામાં ઘણો કૉન્ફિડન્સ આવે છે. અમારા માટે મોમેન્ટમ જાળવી રાખવી ખૂબ મહત્ત્વની છે અને આજનો દિવસ અમારે માટે પર્ફેક્ટ હતો જેથી અમે બે પૉઇન્ટ મેળવી શક્યા. બેટિંગમાં અમે એકદમ પર્ફેક્ટ હતા, પણ અંતિમ ઓવર્સમાં થોડી સમસ્યા થઈ હતી. સામાન્ય રીતે અમે ઇચ્છતા હોઈઅે છીઅે કે અેક સેટ થયેલો બૅટ્સમૅન મૅચ ફિનિશ કરીને આવે, પણ આજે સેટ બૅટ્સમૅન આઉટ થઈ ગયા હતા. આ સંદર્ભે અમારે થોડો સુધારો કરવાની જરૂર છે છતાં આ મુદ્દે હું બહુ ઊંડાણમાં ઊતરવા નથી માગતો, કારણ કે તેમણે આજે ઘણી સારી બૅટિંગ કરી છે. આ ટુર્નામેન્ટમાં રન ચેઝ કરવા સરળ નથી છતાં અમે સેકન્ડ હાફમાં જે પ્રમાણે બૅટિંગ કરી એ જોઈને અમારામાં આત્મવિશ્વાસ આવ્યો કે અમે કોઈ પણ સ્કોર ચેઝ કરી શકીએ છીએ.’

શું મુંબઈ-દિલ્હી મૅચ ફિક્સ હતી?

રવિવારે મુંબઈ અને દિલ્હી વચ્ચેની ટૉપની ટક્કર ફિક્સ હોવાનું સોશ્યલ મિડિયામાં ચર્ચાઈ રહ્યંુ છે. આ ચર્ચાનું કારણે છે અેક સ્ક્રિન-શૉર્ટ. દિલ્હીની ઇનિગ્સ પુરી થયા પહેલા કોઈક યુઝરે દિલ્હીનો સ્કોર પોસ્ટ કયોર઼્ હતો. યુઝરે ગઈ કાલે ૭.૩૦ વાગ્યે મૅચ શરૂ થઈ જ્યારે ૭.૩૮ વાગ્યે પોસ્ટ કર્યું હતું કે દિલ્હી ૧૯.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૩ રન બનાવશે. દિલ્હીઅે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતાં. આમ યુઝરની પોસ્ટની જ આસપાસનો સ્કોર દિલ્હીઅે બનાવતા પોસ્ટનો અને સ્કોરબોર્ડનો સ્ક્રિન-શૉટ સોશ્યલ મિડિયામાં ભારે વાયરલ થયો હતો અને મૅચ પહેલથી ફિક્સ થયેલી હતી અેવી ચર્ચાઓ થવા લાગી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK