IPL 2020: આઇપીએલના ટાઇટલ સ્પૉન્સર માટે ઍમેઝૉન અને જિયો આગળ

Updated: Sep 17, 2020, 11:12 IST | Agencies | New Delhi

ઇન્ડિયન પ્રીમિયર લીગની ટાઇટલ સ્પૉન્સર માટેનો વિવો સાથેનો કરાર રદ કર્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે નવાં ટેન્ડર મગાવ્યાં છે.

આઇપીએલ
આઇપીએલ

ઇન્ડિયન પ્રીમિયર લીગની ટાઇટલ સ્પૉન્સર માટેનો વિવો સાથેનો કરાર રદ કર્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે નવાં ટેન્ડર મગાવ્યાં છે. આઇપીએલની તેરમી સીઝન માટે ઈ-કૉમર્સ અથવા તો ટેલિકૉમ કંપની રસ દાખવી રહી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. જાણકારી અનુસાર ઍમેઝૉન દિવાળી વીક-એન્ડનો સારો એવો લાભ ઉઠાવી શકે છે. આઇપીએલ માટેનો આ કરાર તેમને અંદાજે ૪૪૦ કરોડ રૂપિયામાં પડી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે ‘હાલના સમયમાં લૉકડાઉનને કારણે દેશના અર્થતંત્રને ઘણી અસર પહોંચી છે, ખાસ કરીને ઈ-લર્નિંગ અને ઈ-કૉમર્સ સેક્ટરને. કોઈ નવું સ્ટાર્ટઅપ આવીને તમને સ્પૉન્સરશિપ આપે એ શક્ય નથી છતાં બાયજુસ જેવી કંપનીઓ જે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલી છે એ ટિકિટના વિતરણમાં અમને મદદ કરશે. અનઍકૅડેમીને પણ અમે ભૂલી શકીએ એમ નથી. ઈ-કૉમર્સ કંપનીની વાત કરીએ તો ફાઇનલ મૅચના ચાર દિવસ પછી જ દિવાળીનો તહેવાર આવશે. સ્વાભાવિક છે કે તમે તહેવારના બે-ચાર દિવસ પહેલાં ખરીદી ન કરો. તમે મહિના પહેલાંથી જ એની ખરીદી કરવા માંડો છો અને જો કોઈ ઈ-કોમર્સ કંપની અમારી સાથે જોડાય તો તેમને આ વાતનો લહાવો મળી શકે છે. સાથે તમારે ૪૪૦ કરોડ રૂપિયા ઊભા કરવાના રહેશે. કોઈ આવીને તમને એ નાણાં આપી નથી જવાનું. ટૂંકમાં કહીએ તો તમને એક તૃતીયાંશ અથવા તો અડધાથી પણ વધારે ફાયદો ઍડ્વર્ટાઇઝમેન્ટમાંથી થઈ શકશે.’

ટાઇટલ સ્પૉન્સરશિપના આ ટેન્ડર માટે ઇન્ડસ્ટ્રીના વિવિધ લોકોનો વિવિધ મત છે. કેટલાક નિષ્ણાતોના મતે ફાર્માસ્યુટિકલ કંપની અથવા રિલાયન્સ જિયો જેવી તોતિંગ કંપની ઇન્ડિયન પ્રીમિયર લીગની ટાઇટલ સ્પૉન્સર બને તો નવાઈ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK