IPL 2020: સૌથી વધુ સિક્સર્સ ફટકારવાનો રેકૉર્ડ છે આ બેટ્સમેનના નામે

Updated: Sep 16, 2020, 13:45 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પ્રથમ પાંચ બેટ્સમેનમાં ત્રણ ભારતીય બેટ્સમેનનો સમાવેશ

ક્રિસ ગેઈલ, એબી ડી વિલિયર્સ, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, સુરેશ રૈના
ક્રિસ ગેઈલ, એબી ડી વિલિયર્સ, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, સુરેશ રૈના

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020ને શરૂ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે. 19 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થનારી IPL ની સીઝન 13 માટે સહુ કોઈ ઉત્સુક છે. જોકે, હંમેશા કરતા આ વર્ષે IPLનો માહોલ થોડોક જુદો હશે. કારણકે IPL પર પણ તો કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. IPLની આગામી સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં આપણે જુની સિઝનની યાદોને વાગોળવી રહી. આજે આપણે IPLના ઈતિહાસમાં સૌથી વધારે સિક્સર ફટકારનારા ટૉપ ફાઈવ બેટ્સમેનોની વાત કરીશું.

IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ટૉપ પાંચ બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં ત્રણ ભારતીય બેટ્સમેનોનો સમાવેશ છે. ચાલો જાણીએ કયા પાંચ બેટ્સમેનોએ IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે...

1. ક્રિસ ગેઈલ (Chris Gayle)

Chris Gayle

મેચ: 125

સિક્સર: 326

ફોર: 369

2. એબી ડી વિલિયર્સ (Ab De Villiers)

AB De Villiars

મેચ: 154

સિક્સર: 212

ફોર: 357

3. મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)

MS Dhoni

મેચ: 190

સિક્સર: 209

ફોર: 297

4. રોહિત શર્મા (Rohit Sharma)

Rohit Sharma

મેચ: 188

સિક્સર: 194

ફોર: 431

5. સુરેશ રૈના (Suresh Raina)

Suresh Raina

મેચ: 193

સિક્સર: 194

ફોર: 493

હવે, IPLની સિઝન 13 પુર્ણ થાય પછી જોવાનું રહેશે કે આ ક્રમમાં કેટલો ફેરફાર થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK