Corona Virus: IPL 2020 - લિગ મેચિઝ થઇ શકે છે પોસ્ટપોન્ડ?

Published: Mar 09, 2020, 13:53 IST | Mumbai Desk | Mumbai

ભારતમાં અત્યાર સુધી કોરોના વાઇરસનાં 40 કેસ થયા છે. છેલ્લા કેટલાક દિવસથી વાઇરસને કારણે મેચ ડિલે કરવાની માંગ થઇ રહી છે

આઇપીએલની મેચિઝ પાછી ઠેલાશે?
આઇપીએલની મેચિઝ પાછી ઠેલાશે?

એવું એકપણ ક્ષેત્ર નથી જ્યાં કોરોના વાઇરસ નડતો ન હોય, શેર માર્કેટ હોય કે પછી તહેવારોની ઉજવણી અને હવે બાકી હતું તો કોરોનાનો કહેર IPL મેચ પર વરસી પડશે તેવું લાગી રહ્યું છે. આમ પણ અનેક ટૂર્નામેન્ટ રદ થઇ ચૂકી છે અને રદ થઇ રહી છે. કોઇ કોઇ ટૂર્નામેન્ટ તો દર્શકો વગરનાં ખાલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે, ઑલિમ્પિક્સનું શું થશે એ પણ અત્યારે અસ્પષ્ટ છે ત્યારે ઇન્ડિયન પ્રિમિયર લિગ પર કોરોના વાઇરસનું નડતર લાગે તેવી વકી છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાઇરસનાં 40 કેસ થયા છે. છેલ્લા કેટલાક દિવસથી વાઇરસને કારણે મેચ ડિલે કરવાની માંગ થઇ રહી છે, જો કે બીસીસીઆઇનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલે કહી દીધું હતું કે લિગનાં ટાઇમ ટેબલમાં કોઇ ફેરફાર નહીં કરાય. ન્યુઝ એજન્સી એએનઆઇએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે.

 જો કે મહારાષ્ટ્રમાં યોજાનારી લીગ મેચિઝમાં પરિવર્તન આવી શકે છે અને આ અંગેનો છેલ્લો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા જ લેવામાં આવશે. 11મી માર્ચે જે કેબિનેટ મિટિંગ યોજાશે તેના આધારે આ મેચિઝની તારીખો બદલાઇ શકે છે. અત્યારે જે કાર્યક્રમ છે તે અનુસાર આઇપીએલની શરૂઆત 29 માર્ચથી થનાર છે અને પહેલી મિચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્ઝ વચ્ચે મુંબઇમાં રમાશે. જો કે જેણે જેણે આઇપીએલની ટીમ્સની ફ્રેન્ચાઇઝી લીધી છે તેઓ તો મેચિઝને ખાલી સ્ટેડિયમમાં રમાડવા પણ તૈયાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK