IPL 2020: કલકત્તાની કમાલ કે પંજાબનો પંચ?

Published: 26th October, 2020 20:14 IST | PTI | Sharjah

દિલ્હી સામે શાનદાર કમબૅક કરીને જોશમાં આવેલી મોર્ગન સેના આજે વધુ એક જીત સાથે પ્લે-ઑફનું પાકું કરવા માગે છે જ્યારે પંજાબ એક્સપ્રેસ આજે સતત પાંચમી જીત સાથે પંચ મારવા ઉત્સુક

આજના મુકાબલા બાદ પંજાબ શુક્રવારે રાજસ્થાન સામે અને છેલ્લી મૅચ રવિવારે ચેન્નઈ સામે રમશે. જ્યારે કલકત્તા ગુરુવાર ચેન્નઈ બાદ રવિવારે રાજસ્થાન સામે રમશે.
આજના મુકાબલા બાદ પંજાબ શુક્રવારે રાજસ્થાન સામે અને છેલ્લી મૅચ રવિવારે ચેન્નઈ સામે રમશે. જ્યારે કલકત્તા ગુરુવાર ચેન્નઈ બાદ રવિવારે રાજસ્થાન સામે રમશે.

સતત ચાર મૅચ જીત્યા બાદ લોકેશ રાહુલના નેતૃત્વવાળી કિંગ્સ ઇલેવન પંજાબનો મુકાબલો આજે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે થવાનો છે. ૧૧માંથી પાંચ મૅચ જીતીને પંજાબ -૦.૧૦૩ની રનરેટ સાથે પાંચમા ક્રમે છે જ્યારે કલકત્તા ૧૧માંથી છ મૅચ જીતીને -૦.૪૭૬ની રનરેટ સાથે ચોથા ક્રમે છે. આજની મૅચ જો પંજાબ જીતે તો તે ટોપ ફોરમાં સામેલ થઈ જશે અને પ્લે ઓફ માટેના તેના ચાન્સ વધી જશે. કલકત્તા માટે પણ આ મૅચ જીતવી જરૂરી છે જેથી કરીને ૧૪ પોઇન્ટ સાથે તે ટોપ-૩માં સામેલ થઈ જાય.
ગેઇલ લકી સાબિત થયો
સતત પાંચ મૅચ હાર્યા બાદ ફરી બેઠી થયેલી પંજાબ આજે સતત પાંચમી જીત નોંધાવી શકે છે. પંજાબની ટીમ પોતાના માઇનસ પૉઇન્ટ જાણે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મોહમ્મદ શમ્મી અને રવિ બિશ્નોઈને બાદ કરતા અન્ય બોલર ધાર્યું પર્ફોમન્સ નથી આપી શક્યા. જોકે હૈદરાબાદ સામેની મૅચ બોલરોના દમ પર જીતી હતી. પંજાબ માટે ક્રિસ ગેઇલ લકી સાબિત થયો છે અેના આગમન બાદ ટીમ એક પણ મૅચ હારી નથી. એક બાજુ જ્યાં નિકોલસ પૂરન વિરોધી ટીમ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ ગ્લેન મૅક્સવેલનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. હૈદરાબાદ સામેની મૅચમાં મયંક અગરવાલ નહોતો રમી શક્યો પણ આજની મૅચમાં ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવી શકે છે. હૈદરાબાદ સામેની જીતના બે હીરો અનુભવી ક્રિસ જોર્ડન અને યુવા પેસબોલર અર્શદીપ સિંહ પર પણ આજે નજર હશે.
કલકત્તા કરી શકે છે કમાલ
બૅન્ગ્લોર સામે મળેલી શરમજનક હાર બાદ કલકત્તાએ દિલ્હી સામે કમાલની કમબૅક કરી જીત નોંધાવી હતી. ઓપનિંગમાં આવેલા નીતિશ રાણાએ દિલ્હી સામે શાનદાર ૮૧ રનની ઇનિગ્સ રમી હતી અને તેને કમબૅક મૅન સુનીલ નારાયણનો સાથ મળ્યો હતો. વળી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં વરુણ ચક્રવર્તીનું ફોર્મ ટીમ માટે સારા સંકેત છે. દિલ્હી સામે તેણે પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની માલિકીની આ ટીમ પ્લે ઓફમાં પોતાનું સ્થાન પાકુ કરવા માટે આજની મૅચ જીતવાનો પૂરતો પ્રયાસ કરશે.

બન્ને ટીમની બાકીની જંગ

આજના મુકાબલા બાદ પંજાબ શુક્રવારે રાજસ્થાન સામે અને છેલ્લી મૅચ રવિવારે ચેન્નઈ સામે રમશે. જ્યારે કલકત્તા ગુરુવાર ચેન્નઈ બાદ રવિવારે રાજસ્થાન સામે રમશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK