IPL 2020: ટ્રેનિંગ મેચમાં વિરાટ કોહલીની ટીમ હારી

Published: 17th September, 2020 19:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આરસીબીના કૅપ્ટન વિરાટ કોહલીની ટીમમાં વોશિંગટન સુંદર, ડેલ સ્ટેયન, મોહમ્મદ સિરાજ, પાર્થિવ પટેલ વગેરે ખેલાડીઓ હતા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

IPL 2020 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે તે પહેલા બધી ટીમ નેટ પ્રેક્ટિસ કરીને પરસેવો પાડી રહી છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ પણ સતત મહેનત કરી રહ્યા છે.

હાલમાં જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) એક પ્રેક્ટિસ મેચ રમી હતી. આ ટીમના બે ભાગ કરવામાં આવ્યા અને એકબીજા સામે જ તે રમી રહ્યા હતા. આરસીબીના કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમમાં વોશિંગટન સુંદર, ડેલ સ્ટેયન, મોહમ્મદ સિરાજ, પાર્થિવ પટેલ વગેરે ખેલાડીઓ અને ટીમ યુઝવેન્દ્ર ચહલની ટીમમાં એબી ડી વિલિયર્સ, દેવદત પાડિક્કલ, ઉમેશ યાદવ, શાહબાઝ અહમદ વગેરેનો સમાવેશ હતો. બંને ટીમનો ચોક્કસ સ્કોર ખબર પડી નથી.

આરસીબીના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ માઈક હેસને કહ્યું કે, અમે લેફ્ટ અને રાઈટ હેન્ડ બંને પ્રકારના બેટ્સમેન સામે અસરકારક બૉલિંગ કરી શકે તેવી અપેક્ષા પોતાની ટીમના બૉલર્સથી રાખીએ છીએ. પ્રેક્ટિસ માટે અમે આ મેચ રમી અને યુઝવેન્દ્ર ચહલને કૅપ્ટન બનાવ્યો હતો. આ મેચમાં ચહલની ટીમે પહેલા બેટિંગ કરી જેમાં ડિ વિલિયર્સે 33 બૉલમાં 43 રન કર્યા હતા. વોશિંગટન સુંદરે ચાર ઓવરમાં 11 રન આપીને બે વિકેટ લીધી જ્યારે શાહબાદ અહમદે 13 રન આપીને 3 વિકેટ લીધી હતી.

મેચ બાદ હેસને કહ્યું કે, અમારે હજી ઘણુ કામ કરવાનું છે. એકંદર રીતે જોઈએ તો પરિસ્થિતિ પડકારરૂપ છે. RCB તેની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK