IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદ 15 રને જીતી

Published: 29th September, 2020 23:24 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સનરાઈઝર્સ હૈદરાબાદે ચાર વિકેટે 162 રન કર્યા હતા જેની સામે દિલ્હી કૅપિટલ્સે 147 રન કર્યા હતા

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

આજે આઇપીએલ (IPL 2020)માં દિલ્હી કૅપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે અબુ ધાબીમાં ટક્કર જામી હતી. પહેલી બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે ચાર વિકેટે 162 રન કર્યા હતા જેની સામે દિલ્હી કૅપિટલ્સે 147 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં કૅપ્ટન વોર્નર 33 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ મારીને 45 રન કર્યા હતા, વિકેટકીપર બૅરસ્ટોએ 48 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 53 રન કર્યા હતા. બંનેની ઓપનિંગ પાર્ટનરશીપ 77 રનની રહી હતી. મનિષ પાંડે ફક્ત ત્રણ રન કરીને પેવેલિયન ભેગો થયો હતો.  કેન વિલિયમસને 26 બોલમાં પાંચ ફોર મારીને 41 રન, અબદુલ સામાદે સાત બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને 12 રન કર્યા હતા, જ્યારે અભિષેક શર્મા એક બોલમાં એક રને નોટઆઉટ રહ્યો હતો.

srh

દિલ્હી કૅપિટલ્સમાં ઈશાંત શર્માએ ત્રણ ઓવરમાં 26 રન, રબાડાએ ચાર ઓવરમાં 21 રન આપીને બે વિકેટ, નોર્તજેએ ચાર ઓવરમાં 40 રન, સ્ટોઈનીસીએ ત્રણ ઓવરમાં 22 રન, અમિત મિશ્રાએ ચાર ઓવરમાં 35 રન આપીને બે વિકેટ અને અક્ષર પટેલે બે ઓવરમાં 14 રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સની શરૂઆતમાં જ પહેલી વિકેટ પડી હતી. પૃથ્વી શો ફક્ત બે રન ઉપર આઉટ થયો હતો. શિખર ધવન 31 બોલમાં 34 રન, શ્રેયસ ઐય્યર 21 બોલમાં ફક્ત 17 રન, શિમરન હૅટમાયર 12 બોલમાં બે સિક્સ મારીને 21 રન, રિષભ પંત 27 બોલમાં 28 રન, સ્ટોઈનીસે 9 બોલમાં 11 રન, નોર્ટજેએ ત્રણ રન અને રબાડાએ સાત બોલમાં 15 રન કર્યા હતા.

સન રાઈઝર્સ હૈદરાબાદના રાશિદ ખાને ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ, અભિષેક શર્માએ ચાર ઓવરમાં 34 રન આપ્યા હતા. ટી નટરાજને ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. ખલીલ અહમદે ચાર ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK