IPL 2020: SRH 69 રને જીતી

Updated: 8th October, 2020 23:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કૅપ્ટન ડેવિડ વોર્નર 40 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ સાથે 52 રન અને વિકેટકીપર બેરિસ્ટોએ 55 બોલમાં સાત ફોર અને છ સિક્સ મારીને 97 રન કર્યા હતા. બંને વચ્ચે 160 રનની ઓપનિંગ પાર્ટનરશીપ નોંધાઈ હતી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે સન રાઈઝર્સ હૈદરાબાદ ( SRH) અને કિંગ્સ ઈલેવન પંજાબ( KXIP)ની દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. પહેલી બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે છ વિકેટે 201 રન કર્યા હતા, જેની સામે કિંગ્સ ઈલેવન પંજાબ 132 રને ઓલઆઉટ થઈ હતી.

પહેલી ઈનિંગમાં કૅપ્ટન ડેવિડ વોર્નર 40 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ સાથે 52 રન અને વિકેટકીપર બેરિસ્ટોએ 55 બોલમાં સાત ફોર અને છ સિક્સ મારીને 97 રન કર્યા હતા. બંને વચ્ચે 160 રનની ઓપનિંગ પાર્ટનરશીપ નોંધાઈ હતી. અબદુલ સામદે આઠ રન, મનિષ પાંડે એક રન, પ્રિયમ ગર્ગ શૂન્ય, અભિષેક શર્મા 12 રને આઉટ થયો હતો. અંતે વિલમસન 10 બોલમાં 20 રને નોટઆઉટ રહ્યો હતો.

pooran

KXIPના બોલર્સમાં કોટ્રે ત્રણ ઓવરમાં 33 રન, મુજીબે ચાર ઓવરમાં 39 રન, શામીએ ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ, મેક્સવેલ બે ઓવરમાં 26 રન, રવિ બિશ્નોઈએ ત્રણ ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ અને અર્ષદીપ સિંહે ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં કિંગ્સ ઈલેવન પંજાબની શરૂઆથ ખરાબ રહી હતી. કૅપ્ટન કેએલ રાહુલ 16 બોલમાં માત્ર 11 રન, મયંક અગ્રવાલ નવ રન, સિમ્રન સિંહ 11 રન, ગ્લેનમેક્સવેલ સાત રન, મંદિપ છ રન, મુજીબ એક રન, પુરન 37 બોલમાં પાંચ ફોર અને એક સાત સિક્સ મારીને 77 રને આઉટ થયો હતો. શામી, અર્ષદિપ સિંહ અને કોટ્રલ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થયા હતા. અંતે બિશ્નોઈ છ રને નોટઆઉટ રહ્યો હતો.

SRHના બોલર્સની વાત કરીએ તો રાશીદ ખાને ચાર ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને એક મેડેન ઓવર પણ નાખી હતી. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા. નટરાજને 3.5 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લીધી હતી. અભિષેક શર્માએ 1 ઓવરમાં 15 રન આપીને એક વિકેટ લીધી હતી. ખલીલ અહમદે ત્રણ ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લીધી હતી, જ્યારે અબ્દુલ સામદે એક ઓવરમાં 28 રન આપ્યા હતા.

First Published: 8th October, 2020 23:20 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK