IPL 2020: SRHનો સરળતાથી વિજય

Updated: 27th October, 2020 23:11 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

વોર્નર, સાહા અને પાંડેની આક્રમક બેટિંગ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કૅપિટલ્સ (DC)ની આજે દુબઈમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે બે વિકેટે 219 રન કર્યા હતા, જેની સામે DC 131 રને ઓલઆઉટ થઈ હતી.  

srffifty

ડેવિડ વોર્નરે 34 બોલમાં આઠ ફોર અને બે સિક્સ મારીને 66 રન, વિર્દીમન સાહાએ 45 બોલમાં 12 ફોર અને બે સિક્સ મારીને 87 રને આઉટ થયો હતો. બંને વચ્ચે 58 બોલમાં 107 રનની ઓપનિંગ પાર્ટનરશીપ થઈ હતી. અંતે મનિષ પાંડે 31 બોલમાં ચાર ફોર અને એક સિક્સ મારીને 44 રન અને કેન વિલિયમસને 10 બોલમાં એક ફોર મારીને 11 રને નોટઆઉટ રહ્યો હતો.

DCમાં નોર્તજેએ ચાર ઓવરમાં 37 રન આપીને એક વિકેટ, કેજીસો રબાડાએ ચાર ઓવરમાં 54 રન, રવિચંદ્રન અશ્વિને ત્રણ ઓવરમાં 35 રન આપીને એક વિકેટ, અક્ષર પટેલે ચાર ઓવરમાં 36 રન, તુષાર દેશપાંડેએ ત્રણ ઓવરમાં 35 રન અને સ્ટોઈનિસે બે ઓવરમાં 15 રન આપ્યા હતા.

rahane  

બીજી ઈનિંગમાં અજિંક્ય રહાણે 19 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 26 રન, શિખર ધવન ઝીરો, માર્કસ સ્ટોઈનિસ પાંચ રન, શિમરોન હૅથમૅયર 13 બોલમાં ત્રણ ફોર મારીને 16 રન, શ્રેયસ ઐય્યર 12 બોલમાં ફક્ત સાત રન, અક્ષર પટેલ એક રન, રિષભ પંત 35 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 36 રન, રબાડા ત્રણ રન,  રવિચંદ્રન અશ્વિન સાત રન, નોર્તજેએ એક રન કરીને આઉટ થયો હતો. અંતે તુષાર પાંડે નવ બોલમાં એક સિક્સ મારીને બે ફોર મારીને 20 રને નોટઆઉટ રહ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદમાં રાશીદ ખાને ચાર ઓવરમાં માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ, સંદિપ શર્મા ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ, વિજય શંકરે એક ઓવર પાંચ બોલમાં 11 રન આપીને એક વિકેટ, ડેવિડ વોર્નરે એક બોલમાં બે રન, જેસન હોલ્ડરે ચાર ઓવરમાં 46 રન આપીને એક વિકેટ લીધી હતી. ટી નટરાજને ચાર ઓરમાં 26 રન આપીને બે વિકેટ લીધી હતી. શાહબાદ નદિમે એક ઓવરમાં આઠ રન આપીને એક વિકેટ લીધી હતી.   

First Published: 27th October, 2020 23:01 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK