IPL 2020: હોલ્ડરની બોલીંગ અને પાંડેની બેટિંગના ટેકે SRH જીતી

Published: 22nd October, 2020 22:56 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

મનિષ પાંડે અને વિજય શંકરની 140 રનની પાર્ટનરશીપ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે દુબઈમાં રાજસ્થાન રૉયલ્સ (RR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ યોજાઈ હતી. ટોસ હારીને પહેલી બેટિંગ કરનારી રાજસ્થાન રૉયલ્સે છ વિકેટે 154 રન કર્યા હતા, જેની સામે SRHએ બે વિકેટે જ 156 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં રોબિન ઉથપ્પા 13 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 19 રન, બેન સ્ટોક્સ 32 બોલમાં માત્ર 30 રન, સંજુ સેમસન 26 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 36 રન, જોસ બટલર 12 બોલમાં ફક્ત નવ રન, કૅપ્ટન સ્ટીવ સ્મિથ 15 બોલમાં 19, રિયાન પરાગ 12 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 20ને આઉટ થયો હતો. અંતે જોફ્રા આર્ચર સાત બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને 16 રન અને રાહુત તિવેતિયા ત્રણ બોલમાં બે રને નોટઆઉટ રહ્યા હતા.

SRHમાં સંદિપ શર્માએ ચાર ઓવરમાં 31 રન, હોલ્ડરે ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ, વિજય શંકરે ત્રણ ઓવરમાં 15 રન આપીને એક વિકેટ, ટી નટરાજને ચાર ઓવરમાં 46 રન, રાશીદ ખાને ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ અને નદિમે એક ઓવરમાં નવ રન આપ્યા હતા.

vijay

બીજી ઈનિંગમાં કૅપ્ટન ડેવિડ વોર્નર ફક્ત ચાર રન અને બેરિસ્ટો 10 રને પેવેલિયન ભેગા થયા હતા. અંતે મનિષ પાંડેએ 47 બોલમાં ચાર ફોર અને આઠ સિક્સ મારીને 83 રન અને વિજય શંકરે 51 બોલમાં છ ફોર મારીને 52 રન કરીને મેચ પુરી કરી હતી. બંને વચ્ચે 140 રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી.

રાજસ્થાન રૉયલ્સમાં શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 32 રન આપ્યા હતા, જ્યારે રાહુલ તિવેતિયાએ ચાર ઓવરમાં 25 રન, જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 21 રન આપીને બે વિકેટ, બેન સ્ટોક્સે બે ઓવરમાં 24 રન, અંકિત રાજપૂતે એક ઓવરમાં 11 રન અને કાર્તિક ત્યાગીએ ત્રણ ઓવર એક બોલમાં 42 રન આપ્યા હતા.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK