IPL 2020: SRH પાંચ વિકેટે જીતી

Published: 31st October, 2020 22:43 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

વિરાટ કોહલીના માત્ર સાત રન

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે શારજહામાં રમાયેલી મેચમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરતા RCBએ ફક્ત 120 રન કર્યા હતા, જેની સામે SRHએ પાંચ વિકેટ ગુમાવીને 121 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં જોશ ફિલિપે 31 બોલમાં ચાર ફોર મારીને 32 રન, દેવદત્ત પડ્ડીકલે પાંચ રન, કૅપ્ટન વિરાટ કોહલી સાત રન, એબી ડી વીલિયર્સ 24 બોલમાં 24 રન, વોશિંગ્ટન સુંદરે 18 બોલમાં 21 રન, ક્રિસ મોરિસે ત્રણ રન અ ઉદાના શૂન્ય ઉપર આઉટ થયો હતો. અંતે ગુરકીરત સિંહ 24 બોલમાં 15 રન અને સિરાજ બે રને નોટઆઉટ રહ્યા હતા.

SRHમાં સંદિપ શર્માએ ચાર ઓવરમાં 20 રન આપીને બે વિકેટ, જેસન હોલ્ડરે ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ, ટી નટરાજને ચાર ઓવરમાં 11 રન આપીને એક વિકેટ, નદિપ ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ, રાશિદ ખાન ચાર ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી.

chahal

બીજી ઈનિંગમાં કૅપ્ટન ડેવિડ વોર્નર પાંચ બોલમાં આઠ રન, સાહા 32 બોલમાં ચાર ફોર અને એક સિક્સ મારીને 39 રન, મનિષ પાંડે 19 બોલમાં ત્રણ ફોર એક સિક્સ મારીને 26 રન, અભિષેક શર્મા બે રન, અભિષેક શર્મા પાંચ બોલમાં આઠ રને આઉટ થયો હતો. જેસન હોલ્ડરે 10 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સ મારીને 26 રન કર્યા હતા.

RCBમાં ક્રિસ મોરિસે બે ઓવરમાં 19 રન, વોશિંગ્ટન સુંદરે 21 રન આપીને એક વિકેટ, નવદિપ સૈની બે ઓવરમાં 30 રન આપીને એક વિકેટ, મોહમ્મદ સિરાજ એક ઓવરમાં 12 રન, ઉદાના ત્રણ ઓવરમાં 20 રન આપીને એક વિકેટ અને યુઝવેન્દ્ર ચહલે ત્રણ ઓવર એક બોલમાં 19 રન આપીને બે વિકેટ લીધી હતી.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK