IPL 2020: સેહવાગની આઇપીએલ ૨૦૨૦ ઇલેવનમાં રોહિત શર્મા આઉટ, વિરાટ કૅપ્ટન

Published: 12th November, 2020 15:33 IST | Agencies | Mumbai

મંગળવારે આઇપીએલની ફાઇનલ મૅચમાં મુંબઈનો ઇન ફૉર્મ બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ કૅપ્ટન રોહિતને બચાવવા બલિદાન આપવા રનઆઉટ થયો હતો.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

મંગળવારે આઇપીએલની ફાઇનલ મૅચમાં મુંબઈનો ઇન ફૉર્મ બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ કૅપ્ટન રોહિતને બચાવવા બલિદાન આપવા રનઆઉટ થયો હતો. ૧૧મી ઓવરના પાંચમા બૉલે રોહિત શર્મા ફટકો માર્યા બાદ સૂર્યકુમારની સ્પષ્ટ ના છતાં સિંગલ લેવા દોડી ગયો હતો અને સામે છેડે પહોંચી ગયો હતો. સારા ટચમાં રમી રહેલા કૅપ્ટનને બચાવવા આખરે સૂર્યકુમારે ક્રીઝ છોડીને પોતાની વિકેટનું બલિદાન આપી દીધું હતું. સોશ્યલ મીડિયમાં સૂર્યકુમારની આ બલિદાન બદલ ભારે પ્રશંસા થઈ હતી. મૅચ બાદ પોતાની ભૂલ કબૂલતાં રોહિતે કહ્યું કે ‘સૂર્યકુમાર જે પ્રકારના ફૉર્મમાં રમ્યો છે એ જોતાં મારે મારી વિકેટનું બલિદાન આપી દેવું જોઈતું હતું. તે આખી ટુર્નામેન્ટમાં ગજબનું ફૉર્મ બતાવતાં અદ્ભુત શૉટ્સ રમ્યો છે.’
ટીમના અનકૅપ્ડ ખેલાડીના પર્ફોર્મન્સ વિશે રોહિતે વધુમાં કહ્યું કે ‘સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન હજી સુધી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન નથી મેળવી શક્યા, પણ આ બન્ને યુવા પ્લેયર્સે આ સીઝનમાં પોતાની ટૅલન્ટ બતાવીને ૪૦૦થી વધારે રન સાથે અદ્ભૂત પર્ફોર્મ કર્યું છે. રાહુલ ચાહરને છેલ્લી મૅચમાં ડ્રૉપ કરવો એ ટીમની રણનીતિનો એક હિસ્સો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK