ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) આ સીઝનમાં ભૂતકાળની સરખામણીએ થોડીક નબળી જણાઈ છે. રન ચેઝ કરવામાં ધીમી પડતી આ ટીમના બેટ્સમેનોએ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટોણો માર્યો છે જે કદાચ કોઈને નહીં ગમે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 168 રનનો ટાર્ગેટ ચેઝ કરતા સીએસકેને 60 બોલમાં ફક્ત 79 રન જોઈતા હતા. પરંતુ છેલ્લા 10 ઓવરમાં આઠની એવરેજ પણ આ ટીમ જાળવી શકી નહીં. પરિણામે વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે, ચેન્નઈ સુપર કિંગ્સના અમૂક બેટ્સમેનને લાગે છે કે આ ફ્રેન્ચાઈઝી એક ‘સરકારી નોકરી’ જેવી છે.
ક્રિકબઝને આપેલા ઈન્ટરવ્યૂમાં સેહવાગે ઉમેર્યું કે, આ ટાર્ગેટ સીએસકે કરી શકી હોત. મને એવુ લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન ટીમને એક સરકારી નોકરીની જેમ સમજે છે જેમાં તમે કામ કરો કે ન કરો પણ તમને પગાર તો મળશે જ.
છ મેચમાં ફક્ત ચાર પોઈન્ટ્સ મેળવનારી ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં હાલ છઠ્ઠા ક્રમે છે. શનિવારે આ ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે.
નારાજ મેક્સવેલે સેહવાગ માટે આપ્યું આ મોટુ નિવેદન...
20th November, 2020 17:21 ISTIPL 2020: સેહવાગની આઇપીએલ ૨૦૨૦ ઇલેવનમાં રોહિત શર્મા આઉટ, વિરાટ કૅપ્ટન
12th November, 2020 15:33 ISTસેહવાગે આ વાત રોહિત શર્માના સપોર્ટમાં કરી કે વિરોધમાં?
29th October, 2020 18:28 ISTકલકત્તા સામે હાર્યા બાદ વીરેન્દર સેહવાગનો ધોનીસેના સામે કટાક્ષ
10th October, 2020 14:30 IST