IPL 2020: પોલાર્ડ ફેમિલી સાથે અબુધાબીમાં એન્જોય કરતા દેખાયો

Published: 1st October, 2020 19:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પોલાર્ડે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પોતાની પત્ની અને બાળકો સાથેના ફોટોઝ શૅર કર્યા છે જે ફેન્સને ખૂબ ગમ્યા છે

તસવીર સૌજન્યઃ કાયર્ન પોલાર્ડનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ કાયર્ન પોલાર્ડનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની મુંબઈ ઈન્ડિયન્સનો ઑલરાઉન્ડર કાર્યન પોલાર્ડ આ વખતની સીઝનમાં સારુ પરફોર્મ કરી રહ્યો છે. પોતાની આક્રમક બેટિંગના લીધે તે મુંબઈ ઈન્ડિયન્સનો મહત્વનો બેટ્સમેન ગણાય છે. દુબઈમાં ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં પોલાર્ડ મેદાનમાં પોતાની ક્રિકેટ તો એન્જોય કરી જ રહ્યો છે પરંતુ મેદાનની બહાર પણ તે જીવનના આનંદ લઈ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Family❤️❤️❤️❤️... #abudhabi #memories .. time spent together #work #relaxation

A post shared by Kieron Pollard (@kieron.pollard55) onSep 29, 2020 at 8:52am PDT

પોલાર્ડે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પોતાની પત્ની અને બાળકો સાથેના ફોટોઝ શૅર કર્યા છે જે ફેન્સને ખૂબ ગમ્યા છે. ફોટામાં તેણે કૅપ્શન આપી ફેમિલી. તેમ જ હાર્ટના ઈમોજી આપીને અબુધાબીને હેશટેગ પણ કર્યો છે.

હાલમાં જ પોલાર્ડે આઈપીએલની 150મી મેચ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સમાં તેનો ટીમમેટ હાર્દિક પંડ્યાએ તેને ટ્વીટરમાં અભિનંદન આપ્યા હતા. પંડ્યાએ કહ્યું કે, હું માનું છું કે આ ખેલાડી 200 મેચ રમશે, તેની પાસે હજી ચારથી પાંચ વર્ષ છે. તે હંમેશા મદદ કે માગદર્શન આપવા માટે ઉપલબ્ધ હોય છે, અમારા ભાઈ જેવા સંબંધ છે અમે હાર અને જીતને સાથે મળીને સેલિબ્રેટ કરીએ છીએ.

આઈપીએલ રમવા માટે પોલાર્ડ જ્યારે યુએઈમાં પહોંચ્યો ત્યારે તેણે તેની પત્ની જીના અને બાળકો સાથેનો ફોટો શૅર કરતા લખ્યું કે, દુબઈમાં સુરક્ષિત પહોંચ્યો છે, હવે આગામી પડકાર માટે સજ્જ છું. કુટુંબ સાથે સારો સમય પસાર કરવા જેવી મજા ક્યાય નથી.

આ વખતની આઈપીએલમાં ત્રણ મેચ રમેલા પોલાર્ડે 91 રન કર્યા છે જેમાં એક 60 રનની ઈનિંગનો પણ સમાવેશ છે આ ઈનિંગ તે 202.22ની સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો.

આઈપીએલમાં પોલાર્ડનો ટોપ સ્કોર 83 છે, તેણે 15 હાફ સેન્ચ્યુરી કરી છે અને 148.07ની સ્ટ્રાઈક રેટથી 2846 રન કર્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK