IPL 2020: ફૅન્સની આતુરતાનો આવ્યો અંત, શેડયૂલ જાહેર

Published: Sep 06, 2020, 17:21 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે, પહેલીવાર ફાઈનલ રવિવારની જગ્યાએ મંગળવારે રમાશે

પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે
પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે

કોરોના વાયરસ મહામારી વચ્ચે UAEમાં 19 સપ્ટેમ્બરથી યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના કાર્યક્રમના શેડ્યૂલ માટે ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે આ આતુરતાનો અંત આવ્યો છે. આજે એટલે કે 6 સપ્ટેમ્બર રવિવારના રોજ IPL 2020નું શેડયૂલ જાહેર થઈ ગયું છે. કોરોનાને કારણે આ વર્ષે મેચો દર્શકો વગર જ રમાશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે થશે. ફાઇનલ 10 નવેમ્બર એટલે કે મંગળવારે રમાશે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલ રવિવારની જગ્યાએ વીક-ડે પર રમવામાં આવશે.

ટૂર્નામેન્ટમાં 10 દિવસ ડબલ હેડર એટલે કે એક દિવસમાં 2-2 મેચ રમાશે. સાંજની મેચ જૂના શેડયૂલ કરતા અડધો કલાક પહેલાં એટલે કે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે બપોરની મેચ 3:30 વાગ્યે રમવામાં આવશે.

IPLની ઓફિશ્યલ વેબસાઈટમાંથી લેવામાં આવેલો શેડયૂલનો સ્ક્રીનશોટ

IPL ગવર્નિંગ કાઉન્સિલે દરેક ટીમને કોરોનાને કારણે માત્ર 24 ખેલાડીઓ જ લઈ જવાની મંજૂરી આપી છે. અગાઉ ફ્રેન્ચાઇઝને 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં અમર્યાદિત કોરોના સબસ્ટિટ્યૂટને પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવે તો પછી ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ કરી શકશે.

IPLની તમામ 60 મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે. ભારતમાં મુકાબલા 8 સ્થળો પર થાય છે. કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર બાયો સિક્યુર વાતાવરણમાં રમાશે. IPLમાં દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે. ટૂર્નામેન્ટમાં તમામ ફ્રેન્ચાઇઝ અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ કરાવી શકશે. IPLના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ રવિવારને બદલે વીક-ડે પર રમાશે. જ્યારે કૉમેન્ટેટર્સ ઘરેથી લાઈવ કોમેન્ટ્રી કરશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK