IPL 2020: મારી ફિટનેસ અને પાવર હિટીંગ સ્કિલ માટેની મહેનત રંગ લાવી

Published: 24th September, 2020 15:14 IST | Agencies | Sharjah

મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ્સ વખતે સૅમસને કહ્યું હતું કે ‘મારો ગૅમ પ્લાન મેદાનમાં ટકી રહીને ફટકાબાજી કરવાનો હતો. જો બૉલ મારા એરિયામાં મળશે તો હું એને રમીશ

સંજુ સેમસન
સંજુ સેમસન

ચેન્નઈ સામેની જીતનો રાજસ્થાનનો હીરો સંજુ સૅમસને તેના પાવરફુલ પર્ફોર્મન્સનું લૉકડાઉન દરમ્યાન ફિટનેસ અને પાવર-હિટિંગ સ્કિલ પર કરેલી સખત મહેનતને આપ્યું હતું. મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ્સ વખતે સૅમસને કહ્યું હતું કે ‘મારો ગૅમ પ્લાન મેદાનમાં ટકી રહીને ફટકાબાજી કરવાનો હતો. જો બૉલ મારા એરિયામાં મળશે તો હું એને રમીશ. બૉલ તમારા એરિયામાં આવે તો તેને ફટકારવાની ઇચ્છા રાખવી જરૂરી છે. મેં મારી ફિટનેસ, ડાયટ અને ટ્રેઇનિંગ પર ખૂબ કામ કર્યું છે. આ રમત પાવર-હિટિંગની છે. લૉકડાઉનને લીધે મળેલા પાંચ મહિના દરમ્યાન મને લાગે છે કે મેં મારી તાકાત વધારી છે.’
સૅમસન ઇઝ ધ બેસ્ટ, પંત-રાહુલ સાવધાન
ચેન્નઈ સામે સંજુ સૅમસને ૩૨ બૉલમાં નવ ગગનચૂંબી સિક્સર અને એક ફોર સાથે ૭૯ રનની ઇનિંગ્સ તથા બે કૅચ અને બે સ્ટમ્પિંગ સાથે બધાનાં દિલ જીતી લીધાં હતાં. સચિન તેન્ડુલકર, ગૌતમ ગંભીર, વીરેન્દર સેહવાગ સહિત સર્વેનું એક જ કહેવું હતું કે સૅમસન ઇઝ ધ બેસ્ટ. તેની ક્લીન ઍન્ડ પરફેક્ટ ફટકાબાજીએ તેના માટે ભારતીય ટીમના દરવાજા ખોલી નાખ્યા છે. સૅમસનના આ પર્ફોર્મન્સને લીધે વિકેટકીપર-બૅટ્સમેનો કૅટેગરીના ઉમેદવારો લોકેશ રાહુલ અને રિષભ પંત જરૂર સાવધાન થઈ ગયા હશે.
ક્રિકેટના ગૉડ પણ થયા ફિદા
સૅમસનની ઇનિંગ્સ જોઈને ફિદા ફિદા થઈ ગયેલા લેજન્ડ સચિન તેન્ડુલકરે ટ્વીટ કરીને તેનાં વખાણ કર્યાં હતાં. સચિને ટ્વીટ કર્યું હતું કે ક્લીન સ્ટ્રાઇકિંગ, પ્રોપર ક્રિકેટિંગ શૉટ્સ. આ અંધાધૂંધ મારેલા શૉટ્સ નહોતા. લુન્ગીએ તેને સ્માર્ટલી આઉટ કર્યો હતો.’
ક્રિકેટના ભગવાન તરફથી મળેલી પ્રસાદીથી સૅમસન ખૂબ ખુશ થઈ ગયો હતો અને તરત જ જવાબ આાપ્યો હતો સર, તમારો ખૂબ આભાર.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK