IPL 2020: પ્લે-ઑફમાંથી ચેન્નઈ આઉટ થતાં ધોનીની પત્ની સાક્ષીએ શૅર કરી ઇમોશનલ પોસ્ટ

Published: 27th October, 2020 15:21 IST | ANI | New Delhi

તમે હંમેશાં અમારા મન-મગજમાં સુપરકિંગ્સ બનેલા રહેશો

સાક્ષી ધોની
સાક્ષી ધોની

 મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં રમી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષની આઇપીએલમાં પ્લે-ઑફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની છે. રવિવારે ચેન્નઈઅે બૅન્ગલોર સામે શાનદાર જીત મેળવી હતી, પણ રાતે રાજસ્થાને મુંબઈને આંચકો આપતાં ચેન્નઈની પ્લે-ઑફની શક્યતા ખતમ થઈ ગઈ હતી. આઇપીએલના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે જ્યારે ચેન્નઈ પ્લે-ઑફમાં સ્થાન નથી મેળવી શકી. ટીમના પ્રદર્શનથી તેમના ચાહકો પણ નિરાશ છે. એવામાં મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટમાં સાક્ષીએ કહ્યું હતું કે ‘આ એક રમત છે. તમે ક્યારેક જીતો છો તો ક્યારેક હારો પણ છો. કોઈ હારવા નથી માગતું, પણ સૌકોઈ જીતી પણ નથી શકતા. તમે ત્યારે પણ વિજેતા હતા અને આજે પણ વિજેતા જ છો. ખરા યોદ્ધા લડવા માટે જન્મે છે. તમે હંમેશાં અમારા મન-મગજમાં સુપરકિંગ્સ બનેલા રહેશો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK