IPL 2020: સહા ઈજાગ્રસ્ત થઈ જતાં હૈદરાબાદનું વધ્યું ટેન્શન

Published: 29th October, 2020 14:21 IST | PTI | Dubai

વૃદ્ધિમાન સહા ઑસ્ટ્રેલિયા ટૂરમાં ભારતીય ટીમના સભ્ય તરીકે સ્થાન પામ્યો છે.

દિલ્હી સામેની મૅચમાં હૈદરાબાદના વૃદ્ધિમાન સહાએ શાનદાર ૮૭ રનની ઇનિંગ રમી હતી, પણ ત્યાર બાદ તેને થયેલી ગ્રોઇન ઇન્જરીને કારણે શ્રીવત્સ ગોસ્વામીએ તેને રિપ્લેસ કર્યો હતો. જોકે સહાને થયેલી આ ઈજા ગંભીર નથી, પણ હૈદરાબાદ પોતાની મેડિકલ ટીમની સલાહ લઈને આગળ વધવા માગે છે. હૈદરાબાદના કૅપ્ટન ડેવિડ વૉર્નરે કહ્યું કે બદનસીબે તેને થોડી ગ્રોઇન ઇન્જરી થઈ છે, પણ આશા છે કે એ ગંભીર નથી.
વૃદ્ધિમાન સહા ઑસ્ટ્રેલિયા ટૂરમાં ભારતીય ટીમના સભ્ય તરીકે સ્થાન પામ્યો છે. સંભવતઃ ઈજાને કારણે સહાને હૈદરાબાદની આગામી બે મૅચમાંથી બહાર રાખવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK