IPL 2020: તેન્ડુલકર કહે છે કે મુંબઈ અને ઇન્ડિયન્સ સાથે આવે ત્યારે બને છે મુંબઈ ઇન્ડિયન્સ

Published: 22nd September, 2020 10:37 IST | IANS | New Delhi

આ વર્ષે પણ મૅન ઇન બ્લુ જ બનશે ચૅમ્પિયન

સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકર

ક્રિકેટ-જગતના ગૉડ ગણાતા લિટલ માસ્ટર સચિન તેન્ડુલકરને સંપૂર્ણ ભરોસો છે કે આ વર્ષે પણ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનનું ટાઇટલ ફરી મુંબઈ ઇન્ડિયન્સ જીતવામાં સફળ થશે. સચિને મુંબઈ ટીમની કપ્તાની ૨૦૦૮થી ૨૦૧૧ સુધી કરી હતી. એક મુલાકાતમાં આકાશ ચોપડા સાથે વાત કરતાં જ્યારે સચિનને પૂછવામાં આવ્યું કે શું આ વર્ષે મુંબઈની ટીમ આઇપીએલ જીતશે કે નહીં? એના જવાબમાં સચિને કહ્યું કે ‘ચોક્કસ, મૅન ઇન બ્લુ જીતશે, એમાં કોઈ શંકા નથી. હું હંમેશાં બ્લુમાં જ રહું છું. મુંબઈ અને ઇન્ડિયન્સ સાથે આવે છે ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ બને છે. બધી ટીમ મોટા ભાગે બૅલૅન્સ્ડ છે.’
સચિને વધુમાં કહ્યું કે ‘આ એવું ફૉર્મેટ છે જ્યાં તમે રમો છો ત્યારે ફીલ્ડ પર ઘણી વસ્તુઓ તમને પ્રેરિત કરતી હોય છે. આપણે આ વાતને બે દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. જે બૅટ્સમૅન ઘણી ઉતાવળ કરે છે તેણે શાંતિથી આગળ વધવું પડે છે અને જે શાંતિથી બેઠો હોય છે તેણે ઝડપથી ઍક્શન લેવી પડે છે. આ વખતે સ્પર્ધા ખૂબ રોમાંચક રહેશે અને ૫૩ દિવસની આ ટુર્નામેન્ટ જોતાં જે ટીમ પોતાનો લય જાળવી રાખશે એનો જ બેડો પાર થશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK