IPL 2020: સ્ટોક્સ અને સેમસનની 152 રનની પાર્ટનરશીપ

Published: 25th October, 2020 23:04 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગ નકામી ગઈ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં અબુ ધાબી સ્થિત મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે મેચ યોજાઈ હતી. ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સે પહેલી બેટિંગ કરતા પાંચ વિકેટે 195 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. તેમ છતાં રાજસ્થાન રૉયલ્સે બે વિકેટે આ ટાર્ગેટ પુરો કર્યો હતો.

પહેલી ઈનિંગમાં ઈશાન કિશને 36 બોલમાં ચાર ફોર અને એક સિક્સ મારીને 37 રન, ડી કોક માત્ર છ રન, સુર્યકુમાર યાદવે 26 બોલમાં ચાર ફોર અને એક સિક્સ મારીને 40 રન, સૌરભ તિવારીએ 25 બોલમાં ચાર ફોર અને એક સિક્સ મારીને 34 રન, કૅપ્ટન કાર્યન પોલાર્ડ છ રને આઉટ થયો હતો. અંતે હાર્દિક પટેલે આક્રમક બેટિંગ કરીને 21 બોલમાં બે ફોર અને સાત સિક્સ મારીને 60 રને નોટઆઉટ રહ્યો હતો, કૃણાલ પંડ્યાએ ચાર બોલમાં ત્રણ રને નોટઆઉટ હતો.

RRમાં જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 31 રન આપીને બે વિકેટ, રાજપૂતે ચાર ઓવરમાં 60 રન, કાર્તિક ત્યાગીએ 45 રન આપીને એક વિકેટ, શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 30 રન આપીને બે વિકેટ અને રાહુત તિવેતિયાએ ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા.

બીજી ઇનિંગમાં રોબિન ઉથપ્પાએ 11 બોલમાં બે ફોર મારીને 13 રન, સ્ટીવ સ્મિથ આઠ બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને 11 રને આઉટ થયા હતા. અંતે બેન સ્ટોક્સે 60 બોલમાં 14 ફોર અને ત્રણ સિક્સ મારીને 107 રન અને સંજુ સેમસને 31 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ મારીને 54 રન કરીને મેચ ખતમ કરી હતી. બંને વચ્ચે 152 રનની પાર્ટનરશીપ થઈ હતી.  

MIના બોલર્સની વાત કરીએ તો જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 38 રન, ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 40 રન, કાર્યન પોલાર્ડે બે ઓવરમાં 18 રન, કૃણાલ પંડ્યાએ બે ઓવરમાં 20 રન, જેમ્સ પેટીસને ત્રણ ઓવર બે બોલમાં 40 રન આપીને બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK