ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની અબુ ધાબીમાં રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા સીએસકેએ માત્ર 125 રન કર્યા હતા. રાજસ્થાન રૉયલ્સે સરળતાથી 17 ઓવર ત્રણ બોલમાં ત્રણ વિકેટે 126 રન કર્યા હતા.
પહેલી ઈનિંગમાં સેમ કૅરન 25 બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને માત્ર 22 રન, ડુ પ્લેસિસ 10 રન, વોટસન ત્રણ બોલમાં બે ફોર મારીને 8 રન, અંબાતી રાયડુ 19 બોલમાં બે ફોર મારીને માત્ર 13 રન, કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 28 બોલમાં 28 રને આઉટ થયો હતો. અંતે રવિન્દ્ર જાડેજા 30 બોલમાં ચાર ફોર મારીને 35 રન અને કેદાર જાધવ સાત બોલમાં ચાર રને નોટઆઉટ રહ્યા હતા.
RRમાં જોફ્રા આર્ચરે ચાર બોલમાં 20 રન આપીને એક વિકેટ, રાજપૂતે એક ઓવરમાં આઠ રન, કાર્તિક ત્યાગીએ ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ, બેન સ્ટોક્સ ત્રણ ઓવરમાં 27 રન, શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 14 રન આપીને એક વિકેટ અને રાહુલ તેવતિયાએ ચાર ઓવરમાં 18 રન આપીને એક વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગમાં રાજસ્થાન રૉયલ્સના બેન સ્ટોક્સે આક્રમક શરૂઆત કરી હતી પરંતુ 11 બોલમાં ત્રણ ફોર મારીને 19 રને આઉટ થયો હતો, રોબિન ઉથ્થપા નવ બોલમાં ચાર રન, વિકેટકીપર સંજુ સેમસન શૂન્ય પર આઉટ થયો હતો. અંતે કૅપ્ટન સ્ટિવ સ્મિથે 34 બોલમાં 26 રન અને જોસ બટલરે 48 બોલમાં સાત ફોર અને બે સિક્સ મારીને 70 રન કરીને મેચ પુરી કરી હતી.
WATCH - Dhoni's one-handed wonder catch.
— IndianPremierLeague (@IPL) October 19, 2020
MS Dhoni magic behind the stumps. Grabs one going down the leg side and a crucial breakthrough for #CSK. What a one-handed grab by @msdhoni. https://t.co/J2XszsFrt6 #Dream11IPL
CSKમાં દિપક ચહરે ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ, જોશ હેઝલવુડ 19 રન આપીને એક વિકેટ, શાર્દુલ ઠાકુરે ચાર ઓવરમાં 34 રન, પિયુષ ચાવલાએ ત્રણ ઓવરમાં 32 રન, સેમ કૅરને એક ઓવરમાં છ રન, રવિન્દ્ર જાડેજાએ એક ઓવર ત્રણ બોલમાં 11 રન આપ્યા હતા.