IPL 2020: રાજસ્થાન રૉયલ્સ હારેલી મેચ જીતી

Published: 11th October, 2020 19:15 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રાહુલ તિવેતિયા અને રિયાન પરાગ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 85 રનની પાર્ટનરશીપ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી. પહેલી બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે ચાર વિકેટે 158 રન કર્યા હતા, જેની સામે શરૂઆતથી જ ધીમી શરૂઆત કરનાર રાજસ્થાન રૉયલ્સે અંતે પાંચ વિકેટે 163 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં કૅપ્ટન ડેવિડ વોર્નરે 38 બોલમા ત્રણ ફોર અને બે સિક્સ સાથે 48 રન, વિકેટકીપર બેરિસ્ટો 19 બોલમાં ફક્ત 16 રન, મનિષ પાંડેએ 44 બોલમાં બે ફોર અને ત્રણ સિક્સ મારીને 54 રને આઉટ થયા હતા. વિલયમસન 12 બોલમાં બે સિક્સ મારીને 22 રને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે પ્રિયમ ગર્ગ આઠ બોલમાં 15 રન કરીને રનઆઉટ થયો હતો.

રાજસ્થાન રૉયલ્સના બોલર્સમાં ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ, શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 31 રન, કાર્તિક ત્યાગી ત્રણ ઓવરમાં 29 રન આપીને એક વિકેટ, ઉનદકટ ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ, રાહુલ તિવેતિયાએ ચાર ઓવરમાં 35 રન અને સ્ટોક્સે એક ઓવરમાં સાત રન આપ્યા હતા.

srh2

બીજી ઈનિંગમાં સ્ટોક્સ ફક્ત પાંચ રન, જોસ બટલર 16 રન, કૅપ્ટન સ્ટીવ સ્મિથ પાંચ રન, સેમસન 25 બોલમાં 26 રન, ઉથ્થપા 15 બોલમાં 18 રને આઉટ થયો હતો. અંતે રાહુલ તિવેતિયાએ 28 બોલમાં ચાર ફોર અને બે સિક્સ મારીને 45 રન અને રિયાન પરાગે 26 બોલમાં બે ફોર અને બે સિક્સ મારીને 42 રન કરતા મેચ પુરી કરી હતી.

સંદિપ શર્માએ ચાર ઓવરમાં 32 રન, રાશિદ ખાને ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ, નટરાજને ચાર ઓવરમાં 32 રન, અભિષેક શર્માએ એક ઓવરમાં 11 રન, વિજય શંકરે ત્રણ ઓવરમાં 22 રન આપ્યા હતા. ખલીલ અહમદે ત્રણ ઓવર પાંચ બોલમાં 37 રન આપીને બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK