IPL 2020 : રાજસ્થાન રોયલ્સને 224 રનનો ટાર્ગેટ

Updated: 27th September, 2020 21:25 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

IPLની 13મી સિઝનની 9મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહ ખાતે 20 ઓવરમાં 2 વિકેટે 223 રન કર્યા છે.

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

મયંક અગ્રવાલે 45 બોલમાં IPL કરિયરની પહેલી સદી મારી છે. આ લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી છે. ઇન્ડિયન દ્વારા ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. મયંકે આજે રાજસ્થાનના બોલર્સને મેદાનની ચારેય બાજુ ફટકારતા 50 બોલની ઇનિંગ્સ દરમિયાન 10 ફોર અને 7 સિક્સની મદદથી 106 રન કર્યા હતા. IPLમાં હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નરના નામે છે. તેમણે 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 185 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. રાહુલ અને મયંકે પ્રથમ વિકેટ માટે 183 રન કર્યા અને આ રેકોર્ડ તોડવાથી માત્ર 3 રન માટે ચુકી ગયા હતા.

જયદેવ ઉનદકટે  ત્રણ ઓવરમાં 30 રન, અંકિત રાજપૂતે ચાર ઓવરમાં 39 રન આપીને એક વિકેટ, જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 46 રન આપ્યા હતા. ટોમ ક્યુરિને ચાર ઓવરમાં 44 રન આપીને એક વિકેટ લીધી હતી. શ્રેયસે ગોપાલે ચાર ઓવરમાં 44 રન આપ્યા હતા.

First Published: 27th September, 2020 21:17 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK