IPL 2020: બૅન્ગલોર અને રાજસ્થાન વચ્ચે અબુ ધાબીમાં આજે રૉયલ ટક્કર

Updated: 3rd October, 2020 14:54 IST | Agencies | Mumbai

આ મેદાનમાં બન્ને ટીમ પ્રથમ વાર રમી રહી હોવાથી ઘડવી પડશે નવી સ્ટ્રૅટેજીઃ અત્યાર સુધી શાંત રહેલા કૅપ્ટન કોહલીના પર્ફોર્મન્સ પર સૌકોઈની નજર

બૅન્ગલોર અને રાજસ્થાન વચ્ચે અબુ ધાબીમાં આજે રૉયલ ટક્કર
બૅન્ગલોર અને રાજસ્થાન વચ્ચે અબુ ધાબીમાં આજે રૉયલ ટક્કર

આઇપીએલમાં આજે ૧૫મા દિવસે ૧૫મી અને દિવસની પહેલી મૅચ રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે રમાવાની છે. બન્ને ટીમ ટુર્નામેન્ટમાં ત્રણ-ત્રણ મૅચ રમી ચૂકી છે અને એક-એક મૅચમાં પરાજયનો સ્વાદ ચાખી ચૂકી છે. રાજસ્થાનનો કલકત્તા સામે અને બૅન્ગલોરનો પંજાબ સામે પરાજય થયો છે. રાજસ્થાન અને બૅન્ગલોરનો રનરેટ અનુક્રમે -૦.૨૨ અને -૧.૪૫ છે. બન્નેનો રનરેટ માઇનસ હોવાથી આજે જીતના માર્જિન પર રાખવી પડશે નજર.
નવું ગ્રાઉન્ડ, નવી સ્ટ્રૅટેજી
રાજસ્થાન એની પહેલી બન્ને મૅચ શારજાહમાં રમ્યું છે અને બન્નેમાં શાનદાર વિજય મેળવ્યો છે, પણ ત્યાર બાદ દુબઈના મોટા ગ્રાઉન્ડમાં કલકત્તા સામે તેઓ પાણીમાં બેસી ગયા હતા. આજે અબુ ધાબી પણ શારજાહ કરતાં મોટું મેદાન હોવાથી રાજસ્થાને એ પ્રમાણેનું પ્રોપર પ્લાનિંગ કરવું પડશે. બીજી તરફ કોહલીસેના એની ત્રણેય મૅચ દુબઈમાં રમી છે. આજે અબુ ધાબીના ગ્રાઉન્ડ પર આ તેમની પણ પહેલી મૅચ હોવાથી એણે પણ નવી સ્ટ્રૅટેજી બનાવીને મેદાનમાં ઊતરવું પડશે.
બૅન્ગલોરની ટીમમાં ફેરફાર
બૅન્ગલોર બે મૅચ જીત્યું હોવા છતાં એણે પોતાની ફીલ્ડિંગ અને ડેથ બોલિંગમાં સુધારો કરવો પડશે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં સંતોષકારક સુપરઓવર નાખીને પોતાની ટીમને વિજય અપાવનાર નવદીપ સૈનીએ મૅચ દરમ્યાન પોતાની ચાર ઓવરમાં ૪૩ રન ખર્ચી નાખ્યા હતા. પાછલી મૅચમાં બૅન્ગલોરે ત્રણ ફેરફાર કરી ઈસરુ ઉદાના, ઍડમ ઝમ્પા અને ગુરકિરત માન સિંહને ટીમમાં સામેલ કર્યા હતા. આજે જો ઉદાના કે ઝમ્પાને બદલે મોઇન અલી કે ફિટ હશે તો ક્રિસ મૉરિસને મેદાનમાં ઉતારી શકશે. ફિન્ચ, ડિવિલિયર્સ, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ તેમની ભૂમિકા સુપેરે નિભાવી રહ્યા છે, પણ આજે સૌની નજર અત્યાર સુધી શાંત રહેલા વિરાટ કોહલી પર હશે. આગલી ઘણી સીઝનમાં જોવા મળ્યા પ્રમાણે સાધારણ શરૂઆત બાદ કોહલીનો અસાધારણ પર્ફોર્મન્સ જોવા મળ્યો છે અને ચાહકો તથા બૅન્ગલોર ટીમ પણ આજે એવી જ અપેક્ષા રાખી રહી છે.
રાજસ્થાન સામે પડકાર
રાજસ્થાનના બૅટ્સમેનો શાહજાહમાં ફટકાબાજી કરી શક્યા હતા, પણ અબુ ધાબીમાં નહોતા કરી શક્યા. હવે આજે દુબઈમાં પ્રમાણમાં મોટા મેદાનમાં એણે અબુ ધાબીની ભૂલોમાંથી બોધપાઠ લઈને સુધારા કરવા પડશે. યુવા ટૅલન્ટ ઓપનર યશસ્વી જયસ્વાલને રાજસ્થાને પહેલી મૅચ બાદ બહાર કરી દીધો હતો. આજે કદાચ તેને વધુ એક ચાન્સ આપવાનું વિચારી શકે છે. અંકિત રાજપૂતને બદલે અનુભવી વરુણ ઍરોનને પણ મોકો આપવાનું એ વિચારી શકે છે.
ત્રણ મૅચ રદ થઈ છે
બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૨૧ ટક્કર થઈ છે એમાંથી સૌથી વધુ ૩ મૅચનાં પરિણામ વરસાદ કે અન્ય કારણસર નથી આવ્યાં. ૨૦૧૧માં, ૨૦૧૫માં અને ગયા વર્ષે તેમની ટક્કર અનિર્ણીત રહી હતી. બાકીની ૧૮ ટક્કરમાં રાજસ્થાનનો ૧૦માં અને બૅન્ગલોરનો ૮માં વિજય થયો છે. ગઈ સીઝનમાં એક મૅચ ધોવાઈ ગઈ હતી, જ્યારે એકમાં રાજસ્થાનનો વિજય થયો હતો. ૨૦૧૪માં અબુ ધાબીમાં બન્ને વચ્ચેની ટક્કરમાં રાજસ્થાન ૬ વિકેટે જીતી ગયું હતું.

First Published: 3rd October, 2020 14:29 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK