IPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય

Published: 28th September, 2020 23:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પોલાર્ડ અને કિશનની 51 બોલમાં 119 રનની પાર્ટનરશીપ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર આજે વાઇસ કૅપ્ટન રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ સામે દુબઈમાં ટકરાઈ હતી. આઇપીએલમાં કૅપ્ટન પર વાઇસ કૅપ્ટન ભારે પડી રહ્યો છે. રોહિતસેના સૌથી વધુ ચાર-ચાર વાર ચૅમ્પિયન બની છે, જ્યારે વિરાટના વીરો ત્રણ-ત્રણ ફાઇનલ-પ્રવેશ છતાં એક પણ વાર આઇપીએલ ટ્રોફી જીતી નથી શક્યા.

પહેલી બેટિંગ કરતા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રન કર્યા હતા, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સે પણ એટલા જ રન કર્યા હતા. જોકે સુપર ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સે સાત રન કર્યા હતા, જેની સામે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઠ રન કરી દીધા હતા.  

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલી બેટિંગ કરતા દેવદત્ત પડીક્કલે 40 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ મારીને 54 રન કર્યા હતા. ફિન્ચે 35 બોલમાં સાત ફોર અને એક સિક્સ મારીને 52 રન કર્યા હતા, બંને વચ્ચે નવ ઓવરમાં 81 રનની પાર્ટનરશીપ થઈ હતી. કૅપ્ટન કોહલી 11 બોલમાં ફક્ત ત્રણ રને આઉટ થયો હતો. અંતે ડિવીલીયર્સ 24 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 55 રન અને શિવમ દુબે એક ફોર અને ત્રણ સિક્સ સાથે 10 બોલમાં 27 રને નોટઆઉટ રહ્યા હતા.

rcb

મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી. જેમ્સ પેટિસને ચાર ઓવરમાં 51 રન આપ્યા હતા. રાહુલ ચહરે ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 42 રન આપ્યા હતા. કૃણાલ પંડ્યાએ ત્રણ ઓવરમાં 23 રન અને પોલાર્ડે એક ઓવરમાં 13 રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં રોહિત શર્મા એક સિક્સ મારીને 8 બોલમાં 8 રન ઉપર આઉટ થયો હતો. વિકેટકીપર ડી કોક 15 બોલમાં એક ફોર મારીને 14 રન, સુર્યકુમાર યાદવ ખાતુ ખોલાવ્યા વિના બીજો જ બોલમાં પેવેલિયન ભેગો થયો હતો. હાર્દિક પંડ્યા 13 બોલમાં એક સિક્સ મારીને 15 રન, ઈશાન કિશને બે ફોર અને નવ સિક્સ સાથે 58 બોલમાં 99 રન કર્યા હતા. પોલાર્ડ 24 બોલમાં ત્રણ ફોર અને પાંચ સિક્સ મારીને 60 રને નોટઆઉટ રહ્યો હતો.

pollard

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સની વાત કરીએ તો વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં ફક્ત 12 રન આપીને એક વિકેટ લીધી હતી. એડેમ ઝામ્પાએ ચાર ઓવરમાં 53 રન આપીને એક વિકેટ, યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 48 રન આપીને એક વિકેટ લીધી હતી. નવદિપ સૈનીએ ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK