આરસીબી નવાં રંગરૂપ સાથે

Published: Feb 15, 2020, 13:25 IST | Bangalore

આઇપીએલની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી પોસ્ટ અને લોગો હટાવી દીધાં હતાં અને હવે એણે નવો લોગો જાહેર કરી દીધો છે.

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર

આઇપીએલની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી પોસ્ટ અને લોગો હટાવી દીધાં હતાં અને હવે એણે નવો લોગો જાહેર કરી દીધો છે. આરસીબીના આ લોગોમાં સિંહની એક અલગ છાપ દેખાય છે જે આરસીબીને નવી છબિ ક્રીએટ કરવામાં મદદ કરશે અને એના બોલ્ડ, બેબાક અને બિન્દાસ સ્વભાવને છતો કરે છે. આરસીબીના ચૅરમૅન સંજીવ ચૂરીવાલાએ આ લોગો જાહેર કર્યો હતો. સંજીવે કહ્યું કે ‘આ લોગો બદલવા પાછળનો અમારો આઇડિયા બ્રૅન્ડને નવી ઓળખ આપવાની સાથે એને આજના સમયના અનુરૂપ પ્રબળ બનાવવાનો છે. આ લોકો દર્શકોને સતત એન્ટરટેઇનમેન્ટ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ફૅનને સતત ટીમ સાથે જોડી રાખવામાં મદદ કરશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK