IPL 2020: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સી કોરોના વૉરિયર્સને સમર્પિત કરાશે

Published: 18th September, 2020 18:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

જર્સી પર લખ્યું હશે ‘My Covid Heroes’

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની સિઝન 13ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. દુબઈમાં આયોજીત આઈપીએલ 2020માં વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ કોરોના વૉરિયર્સનું સન્માન કરવાનો નિર્ણય કર્યો છે. પ્લેર્સની જર્સી પાછળ ‘My Covid Heroes’ લખ્યું હશે.

આ પણ જુઓ: IPLમાં કયા વર્ષે કઈ ટીમ બની હતી ચેમ્પિયન, યાદ છે? નહીં!! તો ચાલો કરીએ નજર...

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કૅપ્ટન વિરાટ કોહલીએ યુએઈમાં યોજાયેલી ર્વ્ચયુલ પ્રેસ કૉન્ફરન્સમાં કોરોના વૉરિયર્સ જર્સી લૉન્ચ કરી હતી. આ સમયે તેણે કહ્યું હતું કે, ટીમ તરીકે પ્રથમ વખત અમે આવા અભિયાનમાં જોડાયા છીએ. આ એ કોરોના નાયકોને સમર્પિત છે જેમણે અન્યને ધ્યાનમાં લીધા વિના નિ:સ્વાર્થ રીતે પોતાને વિશે વિચાર્યું છે.

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે, આ અમારા તરફથી કોરોના વૉરિયર્સને સલામ છે. આ જર્સી પહેરવી અમારા માટે ગર્વની વાત છે. તેઓએ જે પડકારોનો સામનો કર્યો છે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. મેં મારા હાઉસિંગ સોસાયટીમાં મૂળ દૈનિક કામદારોને છેલ્લા છ-સાત મહિનાથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરતા જોયા છે, જેમાંથી હું ઘણું શીખ્યું છે. તેમની પાસે પસંદગી હતી પરંતુ તેઓ કામથી ભાગ્યા નહોતા.

આ પણ વાંચો: IPL 2020: કોરોનાને કારણે નિયમોમાં મોટા ફેરફાર, જાણો શું છે નવા નિયમો

આરસીબીના અધ્યક્ષ સંજીવ ચુડીવાલાએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ આ ટૂર્નામેન્ટ દરમિયાન મેચમાં અને પ્રેક્ટિસ દરમિયાન આ જર્સી પહેરશે. પ્રથમ મેચમાં પહેરેલી જર્સીની હરાજી કરવામાં આવશે અને આ રકમ 'ગિવ ઈન્ડિયા ફાઉન્ડેશન' ને આપવામાં આવશે.

આ પણ વાંચો: IPL 2020: આ પ્લેયરો ખાતું ખોલાવ્યા વગર જ સૌથી વધારે વખત થયા છે આઉટ

તમને જણાવી દઈએ કે, આરસીબીએ છેલ્લા કેટલાક સમયથી તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ પર હેશટેગ રીઅલ ચેલેન્જર્સ અને હેશટેગ કોવિડ હીરોઝ સાથે કોરોના યુગમાં સમાજ સેવાના નાયકોની વાર્તાઓ કહી રહ્યાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK