IPL 2020: રોહિત શર્માએ મારી સિક્સ, સ્ટેડિયમની બહાર દોડતી બસને ટકરાયો બોલ

Published: Sep 10, 2020, 12:38 IST | Gujarati Mid-day Online Correspondent | Dubai

હિટમૅને મારી 95 મીટર લાંબી સિક્સ, જુઓ વીડિયો

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ

IPL 2020ની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. આ ટીમ આવનારી સીઝન માટે સખત મહેનત કરી રહી છે. ટીમની પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું નેટ પ્રેક્ટિસ દરમિયાન ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું. તાજતેરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રોહિત શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. જેમા તેણે 95 મીટર લાંબી સિક્સ મારી છે અને બોલ સ્ટેડિયમની બહાર જઈને ચાલતી બસ સાથે ટકરાયો છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહિ હોય ત્યારેનો વીડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે. રોહિત શર્માએ મારેલી આ સિક્સની લંબાઈ છ મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. આ વિડિઓ દર્શાવે છે કે, તેણે કેટલા આરામથી છગ્ગા ફટકાર્યા છે અને આશ્ચર્યજનક રીતે આ બોલ સ્ટેડિયમની બહાર દોડતી બસને ટકરાયો છે.

કોરોના વાયરસ મહામારી પહેલા યોજાયેલી ન્યુઝીલેન્ડ સામેની સિરિઝમાં રોહિત શર્મા ઈન્જરીના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયો હતો અને પછી સાઉથ આફ્રિકા સામેની સિરિઝમાં તે વાપસી કરવાનો હતો. પરંતુ કોરોનાને કારણે તે સિરિઝ રમાઈ નહીં અને રોહિતનો ક્રિકેટમાંથી લીધેલો બ્રેક વધુ લાંબો થઈ ગયો હતો. ઈજા બાદ રોહિત હવે આઈપીએલની 13મી સીઝનમાં પરત ફરી રહ્યો છે અને તે સારા ફોર્મમમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK