IPL 2020: સિઝનની પહેલી મેચમાં પહેલા બોલે રોહિત શર્માએ બનાવ્યો આ રેકૉર્ડ

Published: 20th September, 2020 14:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આવો રેકૉર્ડ 12 સિઝનમાં કોઈએ નથી બનાવ્યો

રોહિત શર્મા (ફાઈલ તસવીર)
રોહિત શર્મા (ફાઈલ તસવીર)

ગઈકાલથી એટલે કે 19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાઈ હતી. જેમા ચેન્નઈ સુપર કિંગ્સનો વિજય થયો છે. ભલે મુંબઈ ઇન્ડિયન્સની હાર થઈ પણ તેના કૅપ્ટને એક રેકૉર્ડ પોતાના નામ કર્યો છે. આઈપીએલમાં કયા બોલે શું થશે તેનો અંદાજો લગાડવો મુશ્કેલ છે. આઈપીએલની દરેક મેચમાં રેકૉર્ડ્સ બને છે અને તૂટતા રહે છે. ત્યારે આ ટુર્નામેન્ટની 13મી સીઝનના પહેલાં જ બોલ પર રોહિત શર્મા (Rohit Sharma)એ એવું પરાક્રમ કરી બતાવ્યું જે આઈપીએલની છેલ્લી 12 સીઝનમાં જોવા મળ્યું નથી.

હકીકતમાં, રોહિત શર્માએ આઈપીએલ 2020ની પહેલી મેચમાં પહેલી ઈનિંગ્સમાં પહેલાં જ બોલ પર જબરદસ્ત ચોગ્ગો ફટકારીને શરૂઆત કરી હતી. રોહિત શર્માએ દીપક ચહરના બોલ પર ગજબ કવર ડ્રાઇવ ફટકારી હતી.

તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં આ પહેલીવાર છે જ્યારે ટુર્નામેન્ટના પહેલાં જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હોય. રોહિત શર્મા આ સિદ્ધિ મેળવનારો પહેલો ખેલાડી છે.

જોકે, રોહિત શર્મા સારી શરૂઆતને મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યો નહોતો. રોહિત શર્માને પિયુષ ચાવલાના બોલ પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. મુંબઈનો કૅપ્ટન માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ પિયુષ ચાવલાના બોલ પર મિડ ઓફના ઉપરથી મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સેમ કર્રનથી કેચ આઉટ થઈ ગયો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ સામે રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઈલેવનમાં ચોંકાવનારા બદલાવ કર્યા છે. રોહિત શર્માએ મિડલ ઓર્ડરમાં ઝારખંડના બેટ્સમેન સૌરભ તિવારીને જગ્યા આપી. રોહિત શર્માના આ નિર્ણયને જોઈ બધાં સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, સૌરભ તિવારી કૅપ્ટનના વિશ્વાસ પર ખરો ઉતર્યો અને તેણે 42 રનની નિર્ણાયક ઈનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2020ની પહેલી સિક્સર સૌરભ તિવારીએ જ ફટકારી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK