IPL 2020: છેલ્લા બોલમાં સિક્સ મારીને આ ખેલાડીઓએ ટીમને અપાવી છે જીત

Published: 16th October, 2020 19:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ગઈ કાલે RCB અને KXIPની મેચમાં બીજી ઈનિંગમાં છેલ્લા બોલે નિકોલસ પુરણે યુઝવેન્દ્ર ચહલની બોલમાં સિક્સ મારીને પોતાની ટીમને જીતાડી હતી. મેચના છેલ્લા બોલમાં સિક્સ મારીને ટીમને જીતાડવાની ઘટના પહેલા પણ બની છે

રોહિત શર્મા
રોહિત શર્મા

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગઈ કાલે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ ઈલેવન (KXIP)ની મેચમાં બીજી ઈનિંગમાં છેલ્લા બોલે નિકોલસ પુરણે યુઝવેન્દ્ર ચહલની બોલમાં સિક્સ મારીને પોતાની ટીમને જીતાડી હતી. આઈપીએલમાં મેચના છેલ્લા બોલમાં સિક્સ મારીને ટીમને જીતાડવાની ઘટના પહેલા પણ બની છે.

આઈપીએલમાં આમ કુલ 9 વખત થયું છે. આમાં સૌથી વધારે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના રોહિત શર્માનું નામ આવે છે. 2009, 2011 અને 2012ની આઈપીએલમાં છેલ્લા બોલ પર સિક્સ મારીને તેણે ટીમને જીતાડી છે. તેમ જ વિશ્વના બેસ્ટ ફિનિશર કહેતા મહેન્દ્ર સિંહ ધોનીનું પણ આ યાદીમાં નામ છે.

વર્ષ 2009માં રોહિત શર્માએ કોલકાતા નાઈટ રાઈડર્સ અને 20011માં પુણે વોરિયર્સ સામે છેલ્લા બોલે સિક્સ મારી હતી. 2011માં જ અંબાતી રાયડુએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે, ત્યારબાદ ફરી રોહિત શર્માએ 2012માં દિલ્હી કૅપિટલ્સ સામે, સૌરવ તિવારીએ પુણે વોરિયર્સ વિરુદ્ધ છેલ્લા બોલમાં સિક્સ મારીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. ડ્વેન બ્રાવોએ પણ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 2012માં ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ 2016માં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ, 2019માં મિચેલ સેંટનરે રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ અને ગઈ કાલની મેચમાં નિકોલસ પુરને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ છેલ્લા બોલમાં સિક્સ મારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK