IPL 2020: બબલ્સ લાઇફ ખૂબ ટફ છે, પણ અમે છીએ ફુલ જોશમાં: રોહિત

Published: Sep 18, 2020, 13:37 IST | IANS | Abudhabi

આવતી કાલથી આઇપીએલની ૧૩મી સીઝન શરૂ થઈ રહી છે એ પહેલાં હાલના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે નિયમોનું પાલન કરવા ખૂબ ટફ હોવા છતાં ટીમ મૅનેજમેન્ટના સપોર્ટને લીધે ટીમ ફુલ જોશમાં છે

આવતી કાલથી આઇપીએલની ૧૩મી સીઝન શરૂ થઈ રહી છે એ પહેલાં હાલના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે નિયમોનું પાલન કરવા ખૂબ ટફ હોવા છતાં ટીમ મૅનેજમેન્ટના સપોર્ટને લીધે ટીમ ફુલ જોશમાં છે અને ચૅમ્પિયનશિપ ટ્રોફી જાળવી રાખવા કોઈ કસર બાકી નહીં રાખે.
ગઈ કાલે આયોજિત અક ઑનલાઇન પ્રેસ-કૉન્ફરન્સમાં રોહિતે કહ્યું હતું કે ‘કોરાના વાઇરસ બાયો સિક્યૉર બબલ ખૂબ ટફ છે, પણ અમે ખેલાડીઓના જોશને જાળવી રાખવાના રસ્તા શોધી લીધા છે. આ માટે ટીમ મૅનેજમેન્ટને હૅટ-ઑફ. અમારી હોટેલની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે મજા કરીએ અને ફૅમિલી સાથે રિલૅક્સ થઈ શકીઅે. અમને ત્રણ અઠવાડિયાં થઈ ગયાં અને બધા જ સારા મૂડમાં છે. હવે અમારું સંપૂર્ણ ધ્યાન મૅચ માટે તૈયાર થવા પર છે.
મલિન્ગા વિશે રોહિતે કહ્યુ હતું કે એ એક લેજન્ડ બોલર છે અને તેણે મુંબઈ અને એની નૅશનલ ટીમ શ્રીલંકા માટે જે કર્યું છે એ લાજવાબ છે. અમારી પાસે જેમ્સ પેટિનન્સન, ધવલ કુલકર્ણી અને મોહસીન ખાન જેવા બોલરો છે, પણ કોઈ મલિન્ગાને રિપ્લેસ ન કરી શકે. આ વખતે ટીમના હેડ કોચ માહેલા જયવર્દને જણાવ્યું હતું કે ‘પિચ સ્પિનરને વધુ મદદરૂપ થશે અેવું લાગી રહ્યું છે અને કૃણાલ પંડ્યા અમારો મુખ્ય સ્પિનર બની રહેશે. રાહુલ ચહલ અને જયંત યાદવ પણ દાવેદાર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK