IPL 2020: મુંબઈ ઇન્ડિયન્સ માટે ઓપનિંગ કરશે રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક

Published: 19th September, 2020 18:48 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ક્રિસ લીને આપી પ્રતિક્રિયા

રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક 2019માં આઈપીએલની મેચ દરમિયાન (તસવીર સૌજન્ય: ટ્વીટર)
રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક 2019માં આઈપીએલની મેચ દરમિયાન (તસવીર સૌજન્ય: ટ્વીટર)

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનની પહેલી મેચની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીમાં ચાર આઇપીએલ ટાઈટલ સાથે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે કરશે. આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી વધુ એક ટાઈટલ ઉમેરવાનો પ્રયત્ન કરશે. તેની શરૂઆતની મેચ પહેલા ફ્રેન્ચાઇઝી હેડ કોચ મહીલા જયવર્દન (Mahela Jayawardene)એ પુષ્ટિ આપી હતી કે, કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (Quinton De Kock) આગામી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે ઓપનિંગ કરશે. આ સાથે જ ઓપનિંગ માટે ક્રિસ લિન (Chris Lynn)નો ઈંતજાર વધ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી પહેલી મેચમાં રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક ઓપનિંગ કરશે. આ સાથે જ ક્રિસ લિનને રાહ જોવી પડશે. મુંબઈ ઈન્ડિયન્સની યુ ટ્યૂબ ચેનલ પર તાજેતરમાં શૅર કરેલા વીડિયોમાં, ક્રિસ લીને ફ્રેન્ચાઇઝ ઓપનિંગની તક ન મળતી વખતે તેને કેવું લાગે છે તે વિશે વાત કરી હતી. તેણે રોહિત અને ડી કોકની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે ગમે ત્યાં બેટિંગ કરવામાં ખુશ થશે.

ક્રિસ લીને કહ્યું હતું કે, રોહિત વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. તેણે મુંબઈમાં, મેદાન પર અને બહાર જે ફાળો આપ્યો હતો તે ખરેખર ખાસ છે. ડી કોક પણ ગ્લોવ્સ અને બેટ સાથે અદભૂત છે. હું પણ મારી રીતે આગળ વધીશ. હું અપેક્ષાને બીજે ક્યાંક પૂરી કરીશ, તો તે ખૂબ સારી બાબત હશે. જ્યાં પણ મહેલા મને ફિટ કરે ત્યાં બેટિંગ કરવામાં ખુશી છે.

તમને જણાવી દઈએ કે, ક્રિસ લીને ગયા વર્ષે અબુધાબી ટી-10માં 91 વર્ષની વિસ્ફોટક ઈનિંગ રમિ હતી. મુંબઈ ઇન્ડિયન્સ પહેલા આઇપીએલમાં ક્રિસલીન કોલકત્તા નાઈટરાઈડર્સનો ભાગ હતો. તેણે 2019માં ચાર અર્ધ સદી અને 13 મેચોમાં 405 રન બનાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK