IPL 2020: DCના પ્લેયરને યુવરાજે આવા ફની અંદાજમાં બર્થડે વિશ કર્યું

Published: 4th October, 2020 15:44 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રિષભ પંતને ઘણા ખેલાડીઓએ જન્મદિવસની શુભેચ્છા આપી હતી, પણ આવી સ્ટાઈલમાં હજી કોઈએ આપી નથી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં દિલ્હી કૅપિટલ્સ (DC)ના આક્રમક બેટ્સમેન રિષભ પંતનો આજે જન્મદિવસ છે. પંતે ખૂબ જ નાની ઉંમરમાં ક્રિકેટ વિશ્વમાં પોતાની ઓળખ ઉભી કરી છે. મહેન્દ્ર સિંહ ધોની પછી કોઈ શ્રેષ્ઠ વિકેટકીપર હોય તો પંતનું નામ આવે છે.

રિષભ પંતને ઘણા ખેલાડીઓએ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. પરંતુ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે ફની રીતે તેને બર્થડે વિશ કર્યું છે.

યુવરાજ સિંહે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી છે. જેમાં તેણે રિષભ પંત સાથેનો ફોટો શૅર કર્યો છે. તેણે કૅપ્શન આપી કે, જેનું નામ પંત (અંગ્રેજીમાં વાચો તો પેન્ટ) છે પરંતુ આદતો નિકરવાળી છે. જન્મદિવસથી શુભેચ્છા, સુરક્ષિત રહેજે અને આઈપીએલમાં સફળ થજે.

રિષભ પંતે ભારત વતિથી 13 ટેસ્ટ મેચ પણ રમી છે, જેમાં 38.76ની એવરેજથી 814 રન કર્યા છે. બેસ્ટ સ્કોર 159 છે અને કુલ બે સેન્ચ્યુરી મારી છે. રિષભ એકમાત્ર એવો વિકેટકીપર છે જેણે ઈગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સેન્ચ્યુરી કરી હોય. ટી-20ના રેકોર્ડ જોઈએ તો પંતે 28 મેચમાં 410 રન કર્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK