IPL 2020: પહેલી ઈનિંગમાં ચાર મેડેન ઓવર

Updated: 21st October, 2020 22:30 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

RCBનો સરળતાથી વિજય

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચમાં કોઈ એક્સાઈટમેન્ટ જ નહોતી કારણ કે કેકેઆરે 20 ઓવરમાં માત્ર 84 રન કર્યા હતા. આરસીબીએ આ ટાર્ગેટ 13 ઓવર ત્રણ બોલમાં જ પુરો કર્યો હતો.

પહેલી ઈનિંગમાં શુભમ ગીલ એક રન, ત્રિપાઠી એક રન, નિતીશ રાણા શૂન્ય, ટોમ બેન્ટન આઠ બોલમાં 10 રન, દિનેશ કાર્તિક 14 બોલમાં માત્ર ચાર રન, કૅપ્ટન મોર્ગન 34 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારી હોવા છતાં ફક્ત 30 રન, ક્યુમિન્સ 17 બોલમાં ચાર રન, કુલદિપ યાદવે 19 બોલમાં 12 રન કરીને આઉટ થયો હતો. અંતે લોકી ફર્ગ્યુસન 16 બોલમાં એક ફોર મારીને 19 રને નોટઆઉટ રહ્યો હતો.

RCBમાં ક્રિસ મોરિસે ચાર ઓવરમાં 16 રન આપ્યા હતા, તેમ જ એક મેડેન ઓવર નાખી હતી. સિરાજે ચાર ઓવરમાં બે મેડન ઓવર નાખીને આઠ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. નવદિપ સૈનીએ ત્રણ ઓવરમાં 23 રન આપીને એક વિકેટ, ઉદાના એક ઓવરમાં છ રન, યુઝવેન્દ્ર ચહલ ચાર ઓવરમાં 15 રન આપીને બે વિકેટ અને વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 14 રન આપીને એક વિકેટ લીધી હતી જેમાં એક મેડેન ઓવરનો પણ સમાવેશ હતો.

kkrwicket

બીજી ઈનિંગમાં આરસીબીએ સારી શરૂઆત કરી હતી. જોકે લોકી ફર્ગ્યુસની ઓવરમાં બંને ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. એરોન ફીન્ચ 21 બોલમાં બે ફોર મારીને 16 રને આઉટ થયો અને દેવદત્ત પડીક્કલ 17 બોલમાં ત્રણ ફોર મારીને 25 રને રનઆઉટ થયો હતો. કૅપ્ટન વિરાટ કોહલીએ 17 બોલમાં બે ફોર મારીને 18 રન અને ગુરકીરત સિંહ માને 26 બોલમાં ચાર ફોર મારીને 21 રને નોટઆઉટ રહ્યા હતા. ત્રીજી વિકેટ માટે 39 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.  

કેકેઆરના બોલર્સની વાત કરીએ તો વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 28 રન, પેટ ક્યુમિન્સે ત્રણ ઓવરમાં 18 રન, પ્રસિદ્ધ કૃષ્ણએ બે ઓવર ત્રણ બોલમાં 20 રન અને લુકી ફર્ગ્યુસને ચાર ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી.

First Published: 21st October, 2020 22:22 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK