IPL 2020: વિરાટ સેનાનો વિજય

Published: Oct 03, 2020, 19:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોહલી અને પડીક્કલની 99 રનની પાર્ટનરશીપ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

આઇપીએલ (IPL 2020)માં આજે ૧૫મા દિવસે ૧૫મી અને દિવસની પહેલી મૅચ રાજસ્થાન રૉયલ્સ (RR) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (RCB) વચ્ચે મેચ થઈ હતી. બન્ને ટીમ ટુર્નામેન્ટમાં ત્રણ-ત્રણ મૅચ રમી ચૂકી છે અને એક-એક મૅચમાં પરાજયનો સ્વાદ ચાખી ચૂકી છે. રાજસ્થાનનો કલકત્તા સામે અને બૅન્ગલોરનો પંજાબ સામે પરાજય થયો છે. પહેલી બેટિંગ કરતા રાજસ્થાન રૉયલ્સે છ વિકેટે 154 રન કર્યા હતા, આ ટાર્ગેટ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સરળતાથી પુરો કર્યો હતો.

પહેલી ઈનિંગમાં જોસ બટલરે ત્રણ ફોર અને એક સિક્સ મારીને 12 બોલમાં 22 રન, સ્ટીવ સ્મિથ ફક્ત પાંચ રન, સેમસન ચાર રન, ઉથ્થપા 22 બોલમાં માત્ર 17 રન, લોમરૂર 39 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સ મારીને 47 રન, રિયાગ પરાગ 16 રન પર આઉટ થયો હતો. જ્યારે રાહુલ તેવતિયા 12 બોલમાં ત્રણ સિક્સ મારીને 24 રન અને જોફ્રા આર્ચર એક સિક્સ અને એક ફોર મારીને 10 બોલમાં 16 રને નોટઆઉટ રહ્યા હતા.

આરસીબીમાં ઉદાનાએ ચાર ઓવરમાં 41 રન આપીને બે વિકેટ, વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 20 રન, નવદિપ સૈનીએ ચાર ઓવરમાં એક મેડન ઓવર સહિત 37 રન આપીને એક વિકેટ લીધી હતી. ચહલે ચાર ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ, ઝામ્પાએ ત્રણ ઓવરમાં 27 રન અને શિવમ દુબેએ એક ઓવરમાં ચાર રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં શરૂઆતમાં જ ફિન્ચ આઠ રને આઉટ થયો હતો, ત્યારબાદ દેવદત પડીક્કલે 45 બોલમાં છ ફોર અને એક સિક્સ મારીને 63 રન કર્યા હતા. વિરાટ કોહલીએ 53 બોલમાં સાત ફોર અને બે સિક્સ મારીને 72 રન કર્યા હતા, જ્યારે એબી ડી વીલીયર્સે 10 બોલમાં 12 રન કર્યા હતા.

રાજસ્થાન રૉયલ્સમાં રાહુલ તિવેતિયાએ ચાર ઓવરમાં 28 રન, શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ, જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 18 રન આપીને એક વિકેટ, ટોમ ક્યુરને ત્રણ ઓવરમાં 36 રન આપ્યા હતા.જયદેવ ઉનદકટે ત્રણ ઓવરમાં 31 રન કર્યા હતા. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK