સનરાઈઝર્સ હૈદરાબાદે સારી શરૂઆત કરી હતી. 15 ઓવરમાં 121 રન થઈ ગયા હતા અને હાથમાં આઠ વિકેટ હતી. પરંતુ છેલ્લી ઓવરમાં 18 રન જોઈતા હતા અને છેલ્લા બે બેટ્સમેન રમી રહ્યા હતા. જોકે અંતે 153 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
ડેવિડ વોર્નર છ બોલમાં છ રન ઉપર રનઆઉટ થયો હતો. પ્રેક્ષકોને વોર્નર ઉપર ખૂબ જ આશા હતી. બેરિસ્ટોએ છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 43 બોલમાં 61 રન કર્યા હતા. મનિષ પાંડેએ 33 બોલમાં 34 રન, પ્રિયમ ગર્ગ 13 બોલમાં ફક્ત 12 રન, વિજય શંકર પહેલા જ બોલમાં આઉટ થયો હતો. જ્યારે અભિષેક શર્મા ચાર બોલમાં સાત રને રનઆઉટ થયો હતો. ભુવનેશ્વર કુમાર પણ ખાતુ ખોલ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. રાશીદ ખાન પાંચ બોલમાં છ રન કરીને આઉટ થયો હતો. મિશેલ માર્શ પહેલા જ બોલમાં આઉટ થયો હતો. સંદિપ શર્માએ છ બોલમાં નવ રન કર્યા હતા.
આરસીબી તરફથી યુઝવેન્દ્ર ચહલે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે ચાર ઓવરમાં 48 રન આપી દીધા હતા. નવદિપ સૈનીએ ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. શિવમ દુબેએ ત્રણ ઓવરમાં 15 રન આપીને બે વિકેટ લીધી હતી. વોશિંગટન સુંદરે એક ઓવરમાં સાત રન આપ્યા હતા અને ડેલ સ્ટેને ત્રણ ઓવર ચાર બોલમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી.
પહેલી બેટિંગ કરતા આરબીસીએ સારી શરૂઆત કરી હતી. દેવદત્ત પીક્કલે 42 બૉલમાં આઠ ફોર સાથે 56 રન કર્યા હતા, જ્યારે ફેન્ચે 27 બોલમાં 29 રન કર્યા હતા. ઓપનિંગ પાર્ટનરશીપ 66 બૉલમાં 90 રનની હતી, પરિણામે ટીમ અંતે 163 રન કરી શકી હતી.