IPL 2020: કોહલીની ટીમને લોકલ મદદ મળતા ફાયદો થશે

Published: Sep 17, 2020, 14:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દર વર્ષે ભારતમાં યોજાતી આઈપીએલ આ વખતે UAEમાં યોજાઈ રહી છે, એવામાં પ્રારંભની મેચો પીચને સમજવામાં જશે એ વાતને ધ્યાનમાં લેતા આરસીબીએ લોકલ મદદ લેવાનો નિર્ણય લીધો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બે દિવસમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની શરૂઆત થશે. આ વખતે દરેક ટીમના પ્લેયર્સને જોઈએ તો લગભગ બધી જ ટીમ મજબૂત લાગે છે. એવામાં વિરાટ કોહલીના નેજા હેઠળની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ એક નિર્ણય લીધો છે જેનાથી ટીમને ફાયદો થશે.

દર વર્ષે ભારતમાં યોજાતી આઈપીએલ આ વખતે UAEમાં યોજાઈ રહી છે, એવામાં પ્રારંભની મેચો પીચને સમજવામાં જશે એ વાતને ધ્યાનમાં લેતા આરસીબીએ લોકલ મદદ લેવાનો નિર્ણય લીધો હતો. આરસીબીની ટીમમાં UAE ક્રિકેટ ટીમના કેપ્ટન અહમદ રઝા અને યુવા પ્લેયર કાર્તિક મીયાપ્પનનો સમાવેશ કર્યો છે.

રિપોર્ટ મુજબ અહમદ રઝાએ ટીમ હૉટલમાં ક્વૉરન્ટીન સમય પુરો કરીને આરસીબીની ટીમ સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. સ્પિનર રઝાનની ભલામણ બોલીંગ કોચ શ્રીધરન શ્રીરામે કરતા તે આરસીબીમાં જોડાયો છે. રઝાએ કહ્યું કે, શ્રીરામ દ્વારા મારી ભલામણ કરવામાં આવી તેથી હું ખુશ છું. તેમણે મને યુએઈના કેપ્ટન તરીકે રજૂ કર્યો અને શું તમે કલ્પના કરી શકો કે એ બી ડિવિલિયર્સ તમારી પાસે આવીને કહે કે, અમને હૅલ્પ કરવા માટે થેન્ક યુ. આ અનુભવ અલગ જ છે.

રઝા 14 વર્ષથી યુએઈની નેશનલ ટીમમાં છે. 31 વર્ષના આ સ્પિનરે કહ્યું કે, આ સેફ બબલમાં થોડુક અજીબ લાગે છે, પરંતુ શ્રેય આઈપીએલ અને આરસીબીને છે. હૉટલ પણ સરસ છે અને તેમની પાસે શ્રેષ્ઠ ટીમ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK