IPL 2020: દિલ્હી સામે રાશિદ ખાને ચાર ઓવરમાં નાખ્યા ૧૭ ડોટ બૉલ

Published: 29th October, 2020 14:16 IST | PTI | Dubai

રાશિદે શાનદાર પર્ફોર્મન્સ આપી ચાર ઓવરમાં માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ તેમ જ કુલ ૧૭ ડોટ બૉલ નાખ્યા હતા.

રાશિદ ખાન
રાશિદ ખાન

હૈદરાબાદના રાશિદ ખાનનું કહેવું છે કે ક્લિયર માઇન્ડ સાથે રમવું એ તેની સૌથી મોટી સ્ટ્રૅન્થ છે અને દિલ્હી સામેની મૅચમાં તે વધારે ડોટ બૉલ પર ફોકસ કરી રહ્યો હતો. હૈદરાબાદે દિલ્હીને ૮૮ રનથી હરાવીને પ્લે-ઑફની પોતાની આશા જીવંત રાખી હતી. રાશિદે શાનદાર પર્ફોર્મન્સ આપી ચાર ઓવરમાં માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ તેમ જ કુલ ૧૭ ડોટ બૉલ નાખ્યા હતા.
રાશિદે કહ્યું કે ‘હું ક્લિયર માઇન્ડ સાથે રમવા ઊતર્યો હતો, જે મારી સૌથી મોટી સ્ટ્રૅન્થ છે. પરિસ્થિતિ ગમે એવી હોય, હું માત્ર સારી લાઇન અને લેન્થ પર બોલિંગ કરવા માગતો હતો. તમારે બૅટ્સમૅનનું મગજ વાંચીને, સ્ટ્રૉન્ગ અને વીક ઝોન ધ્યાનમાં રાખી તેમ જ આ બધું મિક્સ કરીને રમવાનું હોય છે અને મેં આ બધી વાતો ધ્યાનમાં રાખી હતી. અંતમાં મૅચ જીતવી સૌથી મહત્ત્વની હતી. વિકેટથી પણ ઘણી મદદ મળતી હતી. મારું લક્ષ્યાંક વિકેટ મળે કે ન મળે, પણ ઇકૉનૉમિકલી બોલિંગ કરવાનું હતું. વિકેટ લેવામાં મને ડોટ બૉલે ઘણી મદદ કરી અને બીજા એન્ડ પર પણ વિકેટ લેવામાં એ મદદરૂપ સાબિત થયા.’ આ ઉપરાંત રાશિદ ખાને ટીમના કૅપ્ટન અને અન્ય પ્લેયર્સનાં પણ વખાણ કર્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK