IPL 2020: રાજસ્થાન રૉયલ્સ ચાર વિકેટે જીતી

Published: 27th September, 2020 23:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શેલ્ડન કોટરલની એક ઓવરમાં રાહુલ ટિવેટીયાએ પાંચ સિક્સ મારી હતી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)એ 20 ઓવરમાં 11.15ના રનરેટથી 223 રન કર્યા હતા. આ સામે રાજસ્થાન રૉયલ્સે 226 રન કર્યા હતા. છેલ્લે છેલ્લે રાજસ્થાન રૉયલ્સે આક્રમક બેટિંગ કરીને આખી મેચ ફેરવી દીધી હતી.  શેલ્ડન કોટરલની એક ઓવરમાં રાહુલ ટિવેટીયાએ પાંચ સિક્સ મારી હતી.  

જોસ બટલર સાત બોલમાં ફક્ત ચાર રન કરીને આઉટ થયો હતો. કૅપ્ટન સ્ટીવ સ્મિથ 27 બોલમાં સાત ફોર અને બે સિક્સ મારીને 50 રન કર્યા હતા. સંજુ સેમલને ચાર ફોર અને સાત સિક્સ મારીને 42 બોલમાં 85 રન કર્યા હતા. રોબિન ઉથ્થપાએ ચાર બોલમાં બે ફોર મારીને નવ રન ઉપર આઉટ થયો હતો. રાહુલ ટિવેટીયાએ 31 બોલમાં સાત સિક્સ મારીને 53 રન કર્યા હતા. જોફ્રા આર્ચરે ત્રણ બોલમાં 13 રન કર્યા હતા, જ્યારે રિયાન પરાગ શૂન્ય ઉપર આઉટ થયો હતો.

samson

પંજાબ કિંગ્સ ઈલેવનના બોલર્સની વાત કરીએ તો જેમ્સ નિશેમે ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 34 રન, ગ્લીન મેક્સવેલે ત્રણ ઓવરમાં 29 રન આપ્યા હતા.મુરગન અશ્વિને એક ઓવર ત્રણ બોલમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK