ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની રાજસ્થાન રૉયલ્સ (RR)નો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રોબિન ઉથ્થપા (Robin Uthappa)એ પોતાની IPL ટીમના 3 ખેલાડીઓની સાથે રેપિડ ફાયર રમ્યો હતો. જેમાં પુરુષોને સેનેટરી પેડ્સ (Sanitary Pads) ખરીદવાથી લઈને પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ અંગે વાતચીત કરી હતી. જેનો એક વીડિયો રાજસ્થાનની ટીમે ટ્વીટર પર શેર કર્યો હતો. જે બાદ લોકોએ તેના વખાણ કર્યાં હતા.
Things you don't see everyday! 🙌
— Rajasthan Royals (@rajasthanroyals) October 31, 2020
A conversation of honesty, information & breaking the stigma. We did it and so can you - let's talk periods. 💗🗣️#HallaBol | #RoyalsFamily | @NiineIndia pic.twitter.com/rPbXrE4phD
રાજસ્થાન રોયલ્સની આ વીડિયોમાં ક્રિકેટર રાહુલ તેવતિયા, જોસ બટલર અને ડેવિડ મિલરે ઉથપ્પાને આ વિષય પર ખુલીને જવાબ આપ્યો હતો. વીડિયોનું કેપ્શન આપવામાં આવ્યું હતું કે, એવી વસ્તુઓ કે જે તમે રોજ જોતાં નથી.
રાજસ્થાનની ટીમે શેર કરેલાં વીડિયોમાં આગળ લખવામાં આવ્યું છે કે, ઈમાનદારી, સૂચના અને ગેરસમજ તોડનારી વાતચીત છે. અમે આમ કર્યું છે અને તમે પણ કરી શકો છો. ચાલો પીરિયડ્સ પર વાત કરીએ. આ વીડિયોને જ્યારે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો તો લોકો તરફથી તેને ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને લોકોએ આ ખેલાડીઓનાં વખાણ પણ કર્યાં હતા.