IPL 2020: રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે આજે કરો યા મરો જેવી સ્થિતિ

Published: 22nd October, 2020 19:01 IST | PTI | Dubai

બન્ને ટીમના પાછલા મુકાબલામાં રાજસ્થાનને વિજય પ્રાપ્ત થયો હતો અને આ વખતે હૈદરાબાદ પરાજયનો બદલો લેવા પ્રયાસ કરશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે એવામાં આજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિમાં ગેમ રમવામાં આવશે. ટુર્નામેન્ટમાં આગળ વધવા માટે આજની મૅચ જીતવી બન્ને ટીમ માટે જરૂરી છે. રાજસ્થાન ૧૦માંથી ચાર મૅચ જીતી ચૂકી છે, જ્યારે હૈદરાબાદ નવમાંથી ત્રણ મૅચ જીતવામાં સફળ રહી છે. રનરેટ પ્રમાણે રાજસ્થાન -૦.૫૯૧ના રનરેટ સાથે છઠ્ઠા ક્રમે, જ્યારે હૈદરાબાદ +૦.૦૦૮ના રનરેટ સાથે સાતમા ક્રમે છે.
બન્ને ટીમ પર પ્રેશર
હૈદરાબાદના પ્રિયમ ગર્ગ હોય કે અબ્દુલ સમાદ કે રાજસ્થાનના કાર્તિક ત્યાગી કે રિયાન પરાગ બન્ને ટીમના યુવા પ્લેયર્સ સહિત સિનિયર પ્લેયર્સ પર પર્ફોર્મન્સનું પ્રેશર બનેલું રહેશે. રાજસ્થાને પાછલી મૅચમાં ચેન્નઈને ટુર્નામેન્ટમાં સૌથી
લોએસ્ટ સ્કોરમાં બાંધી દીધી હતી અને પોતે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. સામા પક્ષે હૈદરાબાદે છેલ્લે પંજાબ સામે જીત હાંસલ કરી હતી અને ત્યાર બાદ સતત ત્રણ મૅચમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. એવામાં આજની મૅચમાં એક નવા ઉત્સાહ સાથે તેમણે મેદાનમાં ઊતરવું પડશે, જ્યારે ચેન્નઈ જેવી દમદાર ટીમને હરાવીને રાજસ્થાનનો ઉત્સાહ સ્વાભાવિક રીતે વધેલો હશે. આજની મૅચમાં જો તેમને હારનો સામનો કરવો પડશે તો આગળના રાઉન્ડ સુધી પહોંચવું અઘરું થઈ રહેશે, જેને કારણે બન્ને ટીમ પર સમાન પ્રેશર બનેલું રહી શકે છે.
રાજસ્થાને બતાવવી પડશે રૉયલનેસ
બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં જોસ બટલરે ચેન્નઈ સામેની મૅચમાં પોતાનો જે પ્રમાણે દમ બતાવ્યો હતો એ ટીમ માટે સારા સંકેત છે. બેન સ્ટૉક્સ હજી સુધી નામ પ્રમાણે ગાજી નથી શક્યો અને રોબિન ઉથપ્પા અને સંજુ સૅમસનનું પ્રદર્શન પણ ધીમું રહ્યું હોવાથી સ્મિથની ચિંતામાં વધારો થઈ શકે છે. 
વૉર્નરના વીરો સામે પડકાર
ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઈજાગ્રસ્ત હોવાથી વૉર્નના વીરોને ખાસ્સો એવો પરિશ્રમ કરવો પડી રહ્યો છે. ટીમનો બૅટિંગ ઑર્ડર જૉની બેરસ્ટો, ડેવિડ વૉર્નર, મનીષ પાંડે અને કેન વિલિયમસન, ખરેખર ઘણો સારો છે જે મોટો સ્કોર ઊભો કરવામાં મદદરૂપ થઈ શકે છે. સાથે-સાથે ટીમને વિજેતા બનાવવામાં બોલિંગ અને ફીલ્ડિંગ ડિપાર્ટમેન્ટે પણ પોતાનું યોગદાન આપવું પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK