IPL 2020 : કલકત્તા સામે પંજાબે કરવું જ પડશે કમબૅક

Published: 10th October, 2020 14:35 IST | Agencies | Mumbai

કલકત્તા ધીમે-ધીમે જુસ્સો મેળવી રહ્યું છે અને પંજાબ એક પછી એક હારથી હતાશ થઈ રહ્યું છે. પંજાબને હવે પરાજય પોસાય એમ નથી અને આજે નવી સ્ટ્રૅટેજી અને નવા જુસ્સા સાથે મેદાનમાં કૂદવું પડશે.

IPL 2020 : કલકત્તા સામે પંજાબે કરવું જ પડશે કમબૅક
IPL 2020 : કલકત્તા સામે પંજાબે કરવું જ પડશે કમબૅક

લોકેશ રાહુલની કિંગ્સ ઇલલેવન પંજાબ અને દિનેશ કાર્તિકની કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે અબુ ધાબીમાં ટક્કર જામવાની છે. કલકત્તા અત્યાર સુધી પાંચમાથી ત્રણ મૅચ જીત્યું છે જ્યારે પંજાબ ૬માંથી માત્ર ૧ મૅચ જીતી શક્યું છે અને પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરે છે. આમ કલકત્તા ધીમે-ધીમે જુસ્સો મેળવી રહ્યું છે અને પંજાબ એક પછી એક હારથી હતાશ થઈ રહ્યું છે. પંજાબને હવે પરાજય પોસાય એમ નથી અને આજે નવી સ્ટ્રૅટેજી અને નવા જુસ્સા સાથે મેદાનમાં કૂદવું પડશે.
કલકત્તા નાઇટ રાઇડર્સ ફેવરિટ
કલકત્તા હંમેશાં ચૅમ્પિયન બનવા માટે દાવેદાર હોય છે. આ વખતે ઓઇન મૉર્ગન અને પૅટ કમિન્સને લીધે ટીમ વધુ બૅલૅન્સ લાગી રહી છે. કલકત્તાએ ૩ વિજય આન્દ્રે રસેલના વધુ કોઈ યોગદાન વિના જીતીને બતાવી દીધું છે કે ટીમ ફક્ત તેના પર જ નિર્ભર નથી. ઓપનર શુભમન ગિલ વધુ મૅચ્યોર લાગી રહ્યો છે. જ્યારે રાહુલ ત્રિપાઠીએ દિલ્હી સામે મળેલો માકો બન્ને હાથે સ્વીકારી લીધો અને ચેન્નઈ સામે તો ૮૧ રનની ઇનિંગ્સ સાથે છવાઈ ગયો હતો. આમ ટીમમાં હવે એક કરતાં વધુ મૅચ-વિનરને લીધે આજે પણ એ ફેવરિટ જણાઈ રહી છે. મૉર્ગન કાર્તિકને ટીમ સ્ટ્રૅટેજીમાં મદદરૂપ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. નીતીશ રાણા શરૂઆત સારી કરી રહ્યો છે, પણ વધુ ટકી નથી શકતો અને સુનીલ નારાયણ અને કૅપ્ટન દિનેશ કાર્તિકનું નબળું ફૉર્મ ટીમને સતાવી રહ્યું છે. પૅટ કમિન્સનો અત્યાર સુધીનો પર્ફોર્મન્સ સાધારણ રહ્યો છે. શિવમ માવી અને કમલેશ નાગરકોટી ચમકારો બતાવી રહ્યા છે, પણ થોડા અનુભવની કમી વર્તાઈ રહી છે. વરુણ ચક્રવર્તી કમાલ કરી રહ્યો છે અને સુનીલ નારાયણને ઝાંખો પાડી દીધો છે.
પંજાબ પર પર્ફોર્મન્સનું પ્રેશર
પંજાબ ઓપનિંગ જોડી લોકેશ રાહુલ અને મયંક અગરવાલ પર સૌથી વધારે આધાર રાખી રહી છે. યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલ જેવો ધુઆંધાર બૅટ્સમૅન હોવા છતાં ટીમ તેને આ ટુર્નામેન્ટમાં લઈને મેદાનમાં હજી સુધી નથી ઊતરી. ફૂડ-પૉઇઝનનિંગમાંથી રિકવર થયા બાદ આજની મૅચમાં ગેઇલનો જાદુ જોવા મળે એવી સંભાવના છે. ગેઇલ માટે ગ્લેન મૅક્સવેલને બહાર કરવો પડશે અથવા બોલરોમાંથી શેલ્ડન કૉટ્રેલ કે મુજિબુર રહેમાનને બહાર બેસાડવો પડશે. નિકોલસ પૂરને હૈદરાબાદ સામે આકર્ષક ઇનિંગ્સ રમીને ટીમમાં તેનું સ્થાન મજબૂત કરી લીધું છે. મોહમ્મદ શમી અસરકારક છે અને યુવા બોલરો અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ દમ બતાવી રહ્યા છે. ડેથ ઓવર્સમાં ટીમની બોલિંગ ઘણી નબળી પડી જાય છે જે તેમને માટે ચિંતાનો વિષય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK