IPL 2020: બુમરાહ મલિંગા જેવો જ ભરોસાપાત્ર છે : પોલાર્ડ

Published: 20th October, 2020 16:28 IST | PTI | Dubai

જોકે તેમ છતાં બુમરાહની બોલિંગનાં વખાણ કરતાં મુંબઈના ઑલરાઉન્ડર કિરોન પોલાર્ડે કહ્યું કે ‘તે એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે. લાંબા સમય સુધી કેટલાંક ફૉર્મેટમાં તે નંબર-વન રહ્યો છે.

પોલાર્ડ
પોલાર્ડ

રવિવારે મુંબઈ અને પંજાબ વચ્ચે એક નહીં, બે સુપરઓવર સાથે રમાયેલી રોચક મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોને લસિથ મલિંગાની યાદ જરૂરથી આવી ગઈ હશે. મૅચમાં લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ અને નિકોલસ પૂરન જેવા ઘાતક બૅટ્સમેનોની વિકેટ લેવામાં બુમરાહ સફળ રહ્યો હતો. પોતાનો આ શાનદાર પર્ફોર્મન્સ જારી રાખતાં તેણે પહેલી સુપરઓવરમાં પાંચ રન આપીને બે વિકેટ મેળવી હતી, પણ મુંબઈની ટીમના બૅટ્સમેન રન ફટકારી ન શકતાં પહેલી સુપરઓવર ટાઇ હતી અને ત્યાર બાદ બીજી સુપરઓવરમાં મુંબઈએ હારવાનો વારો આવ્યો.
જોકે તેમ છતાં બુમરાહની બોલિંગનાં વખાણ કરતાં મુંબઈના ઑલરાઉન્ડર કિરોન પોલાર્ડે કહ્યું કે ‘તે એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે. લાંબા સમય સુધી કેટલાંક ફૉર્મેટમાં તે નંબર-વન રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સમાં આવીને તે ઘણું શીખ્યો છે અને તેણે પોતાની જાતને વિકસાવી છે. અમારો તેને પૂરેપૂરો સપોર્ટ છે. કેટલાંક વર્ષ પહેલાં અમારી પાસે ફિટ અને જબરદસ્ત એવો લસિથ મલિંગા હતો, પણ હવે બુમરાહે તેની જગ્યા લઈ લીધી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK