IPL 2020: કૅપ્ટનને તમારા પર ભરોસો હોય પછી બીજું શું જોઈએ?

Published: Sep 16, 2020, 17:04 IST | IANS | Dubai

વર્લ્ડ બેસ્ટ કૅપ્ટન ધોનીની છત્રછાયામાં આવીને ખુશ પીયૂષ ચાવલા કહે છે...

પિયુષ ચાવલા
પિયુષ ચાવલા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પીયૂષ ચાવલા આ વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમતો જોવા મળશે. આ તક મળતાં પીયૂષ ઘણો ખુશ થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સે તેને ૬.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.ઉલ્લેખનીય છે કે પીયૂષ ચાવલાને હાલના લેગ સ્પિનરોમાં બેસ્ટ ગણવામાં આવે છે. ધોનીના સમર્થનથી પીયૂષને સીએસકેમાં ચાન્સ આપવામાં આવ્યો છે.
ધોનીના નેતૃત્વમાં રમવાની તક મળતાં ખુશ થયેલા પીયૂષ ચાવલાએ કહ્યું કે ‘જ્યારે તમારા કૅપ્ટનને તમારા પર ભરોસો હોય તો એનાથી વધારે તમને બીજું શું જોઈએ? દરેક લેગ સ્પિનર ઇચ્છે છે કે તેને સારો કૅપ્ટન મળે. મને ધોનીભાઈ મળ્યો છે જે દુનિયાનો બેસ્ટ કૅપ્ટન છે. મારે બીજું શું જોઈએ? ધોનીભાઈની ખાસિયત છે કે તે બોલરને પૂરી સ્વતંત્રતા આપે છે. વળી મુશ્કેલીના સમયમાં તે બોલરોને સલાહ આપે છે અને મદદ પણ કરે છે.’
સીએસકે સાથે જોડાતાં પહેલાં પીયૂષ ૬ સીઝન કલકત્તા નાઇટ રાઇડર્સ સાથે હતો જેમાંથી બે વાર કલકત્તા ચૅમ્પિયન બન્યું હતું. કલકત્તા માટે રમતી વખતે તેણે ૭૦ મૅચમાં ૬૨ વિકેટ મેળવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK