IPL 2020: વિરાટ બન્યો સિમરનજિત સિંહ અને ડિવિલિયર્સ પારિતોષ પંત

Updated: 23rd September, 2020 13:08 IST | IANS | Sharjah

ટીમના આ ઉમદા પહેલનું ફળ મળ્યું અને પહેલી મૅચમાં શાનદાર જીત સાથે સીઝનની શરૂઆત કરી હતી

કોરોનો-વૉરિયર્સને બિરદાવવા બૅન્ગલોરના ખેલાડીઓએ તેમના ટ્વિટર-હૅન્ડલ પર તેમનાં નામ લખ્યાં
કોરોનો-વૉરિયર્સને બિરદાવવા બૅન્ગલોરના ખેલાડીઓએ તેમના ટ્વિટર-હૅન્ડલ પર તેમનાં નામ લખ્યાં

બૅન્ગલોર ટીમને તેમનાં સારાં કાર્યોનું ફળ મળ્યું હતું અને ૨૦૧૬ બાદ સીઝનની પ્રથમ મૅચ જીતી શક્યું હતું. બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓઅે કોરોનામાં લોકોની મદદ કરનાર કોરોના-વૉરિયર્સને બિરદાવવા તેમના ટ્વિટર-હૅન્ડલ પર કોરોના-વૉરિયર્સનાં નામ લખ્યાં હતાં. વિરાટે પોતાનું નામ બદલીને સિમરનજિત સિંહ કર્યું હતું અને એ નામની જર્સી પહેરેલો ફોટો મૂક્યો હતો. સિમરનજિત બરાબર સાંભળી નથી શકતો, પણ તેણે તેના મિત્રો સાથે મળીને લોકોની મદદ માટે ૯૮,૦૦૦ રૂપિયા જમા કર્યા હતા. એ. બી. ડિવિલિયર્સે તેનું નામ પારિતોષ પંત, ચહલે ડૉ. નાયક, ક્રિસ મૉરિસે નીલાચલ પરિંદા નામ લખ્યું હતું.

ipl2020

 

ipl2020

દેવદત્ત પડિક્કલને રમતો જોવાની મજા પડી ગઈ : સૌરવ ગાંગુલી


હૈદરાબાદ વચ્ચે દેવદત્ત પડિક્કલે તેની પ્રથમ આઇપીએલ મૅચમાં શાનદાર ૫૬ રન ફટકારીને તેની ટૅલન્ટનો પરચો આપ્યો હતો. બૅન્ગલોર ટીમ, ક્રિકેટપ્રેમીઓ ઉપરાંત તેની આ ઇનિંગ્સ જોઈને ક્રિકેટ બોર્ડનો પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી પણ ખૂબ ખુશ થઈ ગયો હતો. પડિક્કલનાં વખાણ કરતાં ગાંગુલીએ કહ્યું કે ‘દેવદત્ત પડિક્કલને રમતો જોવાની મજા આવી ગઈ. લેફ્ટ-હૅન્ડેડ પ્લેયર ઘણો લયમાં હતો.’
બૅન્ગલોરે ચાર વર્ષે જીત મેળવવાની સાથે કરી સીઝનની શરૂઆત બૅન્ગલોરે સોમવારે હૈદરાબાદને હરાવીને ૨૦૧૬ બાદ ચાલી રહેલી સીઝનની પ્રથમ મૅચમાં હારવાનો સિલસિલો અટકાવ્યો હતો. બૅન્ગલોર છેલ્લે પ્રથમ મૅચ હૈદરાબાદ સામે જ ૨૦૧૬ની સીઝનમાં જીત્યું હતું. ત્યાર બાદ ૨૦૧૭માં હૈદરાબાદ સામે, ૨૦૧૮માં કલકત્તા સામે અને ૨૦૧૯માં ચેન્નઈ સામે હારવાની શરૂઆત કરી હતી.

વિરાટભાઈ પાસેથી ઘણું શીખવા મળ્યું છે : દેવદત્ત પડિક્કલ

devdutt

દુબઈ : (એ.એન.આઇ.) દેવદત્ત પડિક્કલે સોમવારે બૅન્ગલોરની ટીમને જીત અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. જોકે આ યુવા પ્લેયરનું કહેવું છે, ‘મને વિરાટભાઈ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. જ્યારે મને ખબર પડી કે બૅન્ગ્લોર ટીમ વતી મારે ડેબ્યુ કરવાનું છે ત્યારે હું ઘણો નર્વસ થઈ ગયો હતો. આખો દિવસ મારી રૂમમાં હું હરતો-ફરતો રહ્યો અને મને સમાચાર મળ્યા કે મારે હૈદરાબાદ સામે રમવાનું છે. હું જ્યારે બૅટિંગ કરવા આવ્યો ત્યારે શરૂઆતના બે બૉલ મેં સેટલ થવા માટે લીધા હતા અને ત્યાર બાદ હું મારી નૅચરલ ગેમ રમ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી પ્રૅક્ટિસ કરી રહ્યો છું અને વિરાટભાઈ મને ઘણુંબધું સમજાવી રહ્યા છે. જ્યારે પણ હું તેમની સાથે હોઉં છું ત્યારે તેમને વારંવાર સવાલ પૂછતો રહું છું. ઍરોન ફિન્ચ સાથે રમવાની મજા કંઈક અલગ જ હતી. જ્યારે તેને ખબર પડી કે હું ફટાફટ રન બનાવી રહ્યો છું ત્યારે તેણે મને વધારે સ્ટ્રાઇક આપી અને મારામાં કૉન્ફિડન્સ બતાવ્યો હતો.’

First Published: 23rd September, 2020 11:30 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK